________________
૧૬૫
જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? પ્રભાકર નીચે પ્રમાણે જણાવે છે.) જ્યારે ઇન્દ્રિયના દોષને કારણે રજતતુલ્ય છીપને વિશે ઉત્પન્ન થતું જ્ઞાન છીપના એવા ધર્મોને લક્ષમાં લેવામાં નિષ્ફળ જાય છે જે નિઃશંકપણે છીપમાં છે તેમ જ છીપને રજતથી જુદી પાડે છે પરંતુ માત્ર એવા ધર્મોને જ ધ્યાનમાં લે છે જે છીપ અને રજતમાં સમાન છે, ત્યારે આ જ્ઞાન સ્મરણને જન્માવે છે. દોષને કારણે મને છીપનો અનુભવ થયો છે એવો અવમર્શ (introspection) ન થવાને લીધે મને રજતનું સ્મરણ થયું છે એવું જ્ઞાન તેને થતું નથી. પરિણામે દષ્ટ વસ્તુ અને સ્મૃત વસ્તુ વચ્ચેનો ભેદ તે કરી શક્તો નથી. આમ અહીં બે જ્ઞાનો થાય છે-‘આ’નું પ્રત્યક્ષ અને રજતનું સ્મરણ, કારણ કે અન્યથા આ પ્રસંગે રજતનું જ્ઞાન કેવી રીતે થાય એ સમજાવવું મુકેલ છે. રજતનું જ્ઞાન ઇન્દ્રિયજન્ય નથી જ, કારણ કે રજત ઇન્દ્રિયના સંયોગમાં આવી નથી. એ નિયમ છે કે ઇન્દ્રિયો પોતાના વિષયનું જ્ઞાન તેના સંયોગમાં આવ્યા વિના ઉત્પન્ન કરતી નથી, ઉદાહરણાર્થ આંધળા માણસને ચક્ષુ દ્વારા જ્ઞાન થતું નથી. તેથી રજતનું પ્રસ્તુત જ્ઞાન સ્મૃતિ છે. આ રીતે છીપમાં રજતનું જ્ઞાન જેવાં શાનોને સમજાવવામાં આવે છે.”
કુમારિની ભૂલ કરતાં પ્રભાકરની ભૂલ વધુ પ્રગટ છે. પ્રભાકર સાચી રીતે જ દર્શાવે છે કે છીપમાં રજતનું જ્ઞાન થવામાં ઇન્દ્રિયનો વ્યાપાર અને સ્મૃતિનો વ્યાપાર બંને કામ કરે છે. પરંતુ એ તો બધાં જ પ્રત્યક્ષ જ્ઞાનોની બાબતમાં સાચું છે. યથાર્થ પ્રત્યક્ષને અયથાર્થ પ્રત્યક્ષથી જુદું પાડનાર જે છે તે તો એ છે કે યથાર્થ પ્રત્યક્ષ દેખેલા વિષયનું સાચી રીતે પૂર્વાનુભૂત વસ્તુ સાથે અનુસંધાન કરે છે જ્યારે અયથાર્થ પ્રત્યક્ષ દેખેલા વિષયનું ખોટી રીતે પૂર્વાનુભૂત વસ્તુ સાથે અનુસંધાન કરે છે. આ મહત્ત્વના ભેદને મિટાવવાનો પ્રભાકરનો પ્રયત્ન અવશ્યપણે હાનિકારક છે. * ૧૨. હવે આપણે ચાયવૈશેષિકો અને મીમાંસકોને જે બીજા મુદ્દા પરત્વે વિવાદ છે તેનો વિચાર કરીએ. આ બીજો મુદ્દો એ પ્રશ્ન અંગે છે કે શું જે કારણ જ્ઞાનના જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ પ્રમાણના જ્ઞાનને ઉત્પન્ન કરે છે ? અહીં ન્યાયવૈશેષિક તાર્કિકો એવો મત ધરાવે છે - જે તત્ત્વતઃ સાચો છે - કે આપણે જ્ઞાનને અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષ દ્વારા જાણીએ છીએ જ્યારે તે જ્ઞાનના પ્રામાયને અનુમાન – ‘આ જ્ઞાન પ્રમાણ છે કારણ કે તે સફળ પ્રવૃત્તિ ભણી લઈ જાય છે એવા અનુમાન -- દ્વારા આપણે જાણીએ છીએ. બીજી બાજુ ભાદૃ મીમાંસકો એવો મત ધરાવે છે કે જે જ્ઞાનના જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ પ્રમાણના જ્ઞાનને ઉત્પન્ન કરે છે, જ્ઞાનનું જ્ઞાન અને પ્રમાણનું જ્ઞાન બંને એક જ વસ્તુ છે, એટલે જ્ઞાનનું જ્ઞાન થતાં જ તેના પ્રામાણ્યનું જ્ઞાન પણ અવશ્ય થાય છે જ. પરંતુ અપ્રામાણ્યના જ્ઞાનની બાબતમાં નિષ્ફળ પ્રવૃત્તિ ઉપરથી જ્ઞાનનું અપ્રામાણ્ય જ્ઞાત થાય છે; આપણે કહીએ છીએ કે પ્રસ્તુત જ્ઞાન અપ્રમાણ છે કારણ કે તે સફળ પ્રવૃત્તિ ભણી લઈ જવામાં નિષ્ફળ રહ્યું છે. ભાદૃ મીમાંસકોનો આ મત દેખીતી રીતે ખોટો છે કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરીને જરૂરી પ્રવૃત્તિ ર્યા પછી આપણે આ પ્રમાણે દલીલ કરવાની સ્થિતિમાં હોઈએ છીએ: “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org