________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર .
જીવ અને ઈશ્વરમાં સમાનરૂપે રહેનારું ચૈતન્ય બિંબસ્થાનીય છે. એનું જ પ્રતિબિંબ ભિન્નભિન્ન ઉપાધિઓમાં પડવાથી તે ચૈતન્ય ભિન્ન ભિન્ન નામ પામે છે. ચૈતન્યનું તે પ્રતિબિંબ જે માયારૂપ ઉપાધિમાં પડે છે તેને ‘ઈશ્વરચૈતન્ય’ કહેવામાં આવે છે અને જે અન્તઃકરણરૂપ ઉપાધિમાં પડે છે તેને જીવચેતન્ય’ કહેવામાં આવે છે. બીજા મત અનુસાર ઈશ્વરચૈતન્ય જ બિંબસ્થાનીય છે અને તેનું પ્રતિબિંબ જીવ છે. ઈશ્વર અને જીવમાં સમાનપણે રહેનારું ચૈતન્ય જ્યારે બિંબરૂપ ધારણ કરે છે ત્યારે તે ઈશ્વર કહેવાય છે અને આ બિંબરૂપ ઈશ્વરનાં પ્રતિબિંબોને જીવો કહેવાય છે. પંચદશીમાં માયોપાધિક બ્રહ્મને ઈશ્વર અને અવિદ્યોપાધિક બ્રહ્મને જીવ કહેવામાં આવેલ છે. પંચદશીમાં માયાના બે ભેદ કરવામાં આવેલ છે-મલિનસત્ત્વવિશિષ્ટ માયા અને શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયા. મલિનસત્ત્વવિશિષ્ટ માયાને અવિદ્યા કહી છે જ્યારે શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયાને માયા અથવા તો શુદ્ધસત્ત્વવિશિષ્ટ અવિદ્યા કહી છે. મલિસત્ત્વવિશિષ્ટ માયામાં પ્રતિબિંબિત બ્રહ્મ જીવ છે જ્યારે શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયામાં પ્રતિબિંબિત બ્રહ્મ ઈશ્વર છે. માયા અર્થાત્ શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયા સમષ્ટિગત છે અને તેથી તેનો ધારક ઈશ્વર છે. અવિદ્યા અર્થાત્ મલિનસત્ત્વવિશિષ્ટ માયા વ્યષ્ટિગત છે અને તેથી તેનો ધારક જીવ છે. બિંબપ્રતિબિંબની ભાષામાં દોષ જણાવાથી કેટલાક આચાર્યોએ અવિચ્છેદની ભાષામાં ઈશ્વર અને જીવનો ભેદ કહ્યો છે. | માયા ઈશ્વરની શક્તિ છે. પરંતુ માયા ઈશ્વરનું નિત્ય સ્વરૂપ નથી. માયા તો ઈશ્વરની ઇચ્છામાત્ર છે, જેને ઈશ્વર છોડી પણ શકે છે. ઈશ્વરની માયાશક્તિ બ્રહ્મના પરમાર્થ સાચાં પરિણામો પેદા કરતી નથી પરંતુ આભાસો (વિવર્તા) પેદા કરે છે, જેમની માત્ર વ્યાવહારિક સત્તા છે. ઈશ્વર સ્વયં પરમાર્થ સત્ નથી પરંતુ વ્યાવહારિક સત્ છે. ઈશ્વરની શક્તિરૂપ માયા સત્ એ અર્થમાં નથી કે માયાજન્ય જગતની સાથે માયાનો પણ બાધ પારમાર્થિક ભૂમિકાએ બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાનથી થાય છે, માયા સાથે ઈશ્વરનો પણ બાધ થાય છે. આ દર્શાવે છે કે માયાની અને ઈશ્વરની વ્યાવહારિક સત્તા છે, જગતની પણ વ્યાવહારિક સત્તા છે. માયા અસત્ એ અર્થમાં નથી કે માયાજન્ય જગતની જેમ માયાની પ્રતીતિ વ્યવહારકાલ પર્યત થયા કરે છે અને અબાધિત પણ રહે છે. ઈશ્વરની પ્રતીતિ પણ વ્યવહારકાલ પર્યત જ થયા કરે છે અને અબાધિત રહે છે. આમ ઈશ્વર, માયા અને જગતની વ્યાવહારિક સત્તા છે. પરંતુ જે અર્થમાં જગતને અનાદિ કહેવામાં આવે છે તે અર્થમાં માયા પણ અનાદિ છે અને ઈશ્વર પણ. ઈશ્વર, માયા અને માયાજન્ય જગત આકાશકુસુમ, શશશૃંગ, ચાર બાજુવાળો ત્રિકોણ, વગેરેની જેમ તદ્દન અસતું નથી, કારણકે ઈશ્વર, માયા, જગતની પ્રતીતિ થાય છે જ્યારે આકાશકુસુમ વગેરેની કદી પ્રતીતિ જ થતી નથી. વળી, ઈશ્વર, માયા અને જગતની સત્તા શુક્તિરજતની પ્રાતિભાસિક સત્તાથી ઉચ્ચ કોટિની છે, કારણ કે ઈશ્વર, માયા અને જગતની સત્તા પ્રતીતિ ઉપર જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org