________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર દ્વચણકનું પરિમાણ કંઈક સ્થળ છે. આવી પરિસ્થિતિ હોઈ દ્વચણકનું પરિમાણ શેનાથી ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન જાગે છે. આ પ્રશ્નના ઉકેલ માટે ન્યાય-વૈશેષિકોએ એવો સિદ્ધાન્ત માન્યો છે કે સંખ્યાથી પણ પરિમાણ ઉત્પન્ન થઈ શકે છે. દ્વચણકનું અણુપરિમાણ બે પરમાણુઓમાં રહેલી દ્વિત્વસંખ્યાથી ઉત્પન્ન થાય છે. પરંતુ ન્યાયવૈશેષિકને મતે ધિત્વ, વગેરે સંખ્યાની ઉત્પત્તિ માટે આ એક છે અને આ પણ એક છે' એવી અપેક્ષાબુદ્ધિ આવશ્યક છે. અપેક્ષાબુદ્ધિ એ તો ચેતનનો ધર્મ છે, અને જીવોએ તો હજુ શરીર, ઇન્દ્રિયો વગેરે પ્રાપ્ત કર્યો નથી, એટલે જીવોની અપેક્ષાબુદ્ધિ આ દ્વિત્વસંખ્યાની ઉત્પત્તિમાં કારણભૂત ન જ હોઈ શકે. તેથી જે ચેતનની અપેક્ષાબુદ્ધિ સૃષ્ટિચારંભે પરમાણુઓમાં દ્વિત્વસંખ્યા ઉત્પન્ન કરે છે તે ઈશ્વર છે.૫૦
જીવનો પ્રયત્ન જેને સાક્ષાત્ પ્રેરે છે તે તેનું શરીર છે, તેમ ઈશ્વર જેને સાક્ષાત્ પ્રેરે તેને તેનું શરીર ગણાય. ઈશ્વરપ્રયત્ન પરમાણુઓને સાક્ષાત્ પ્રેરે છે. એટલે એ અર્થમાં પરમાણુઓ ઈશ્વરનું શરીર ગણાય. ઉદયનાચાર્ય આ અર્થમાં જ પરમાણુઓને ઈશ્વરનું શરીર માને છે. ૫૨ વળી, ઉદયનાચાર્યે આદ્ય કલાપ્રવર્તક તરીકે ઈશ્વરને સિદ્ધ કરતી વખતે જેના વડે કલાકૌશલ બતાવી શકાય-શિખવાડી શકાય એવું શરીર પણ ઈશ્વર ધારણ કરે છે એમ કહ્યું છે. તેમ છતાં ઈશ્વર અશરીરી છે એ ન્યાયવૈશેષિક પરંપરાના સ્થાપિત મતનો તે વિરોધ નથી કરતા. તે ઈશ્વરમાં આનન્દગુણ માનતા લાગે છે." તેમણે ઈશ્વરને વેદકર્તા પણ માન્યો છે. આ બે બાબતોમાં તેઓ જયંતને અનુસરે છે. તેઓ બુદ્ધિ, ઇચ્છા અને પ્રયત્ન ત્રણેયને ઈશ્વરમાં માને છે. - ઉદયનાચાર્યે એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરી છે. તે આ છે-“શરીર વિના બુદ્ધિ નથી અને શરીર દૂર થતાં બુદ્ધિ દૂર થાય છે, આવું તો અનિત્ય બુદ્ધિની બાબતમાં છે, પરંતુ નિત્ય બુદ્ધિને શરીરની કોઈ ઉપયોગિતા નથી, એટલે નિત્ય બુદ્ધિવાળો ઈશ્વર અશરીરી છે આમન્યાયવૈશેષિકો કહે છે. પરંતુ એ જ તને લંબાવીને કહી શકાય કે જો ઈશ્વરનો પ્રયત્ન નિત્ય છે તો તેને પણ જ્ઞાન-ઇચ્છાની કોઈ ઉપયોગિતા ન હોવી જોઈએ. શા માટે નિત્ય પ્રયત્ન ઉપરાંત ઈશ્વરમાં બુદ્ધિ અને ઈચ્છા માનો છો?
આ પ્રશ્નનો ઉદયનાચાર્યે આપેલો ઉત્તર વિચારણીય છે. તે જણાવે છે કે અનિત્ય પ્રયત્નમાં બે ધર્મો છે-(૧) તે જ્ઞાનજન્ય છે, (૨) જ્ઞાનનો જે વિષય હોય છે તે જ તેનો વિષય હોય છે. નિત્ય હોઈ તેને આત્મલાભ (=સ્વોત્પત્તિ) માટે જ્ઞાનની જરૂર નથી પરંતુ વિષયને માટે તો તેને જ્ઞાનની જરૂર છે.૫૫ પ્રયત્ન સ્વરૂપથી જ વિષયપ્રવણ નથી. જો તેને સ્વરૂપથી જ વિષયપ્રવણ માનવામાં આવે તો પ્રયત્ન અને જ્ઞાનમાં કોઈ ભેદ રહે જ નહિ. પ્રયત્ન અને જ્ઞાન વચ્ચે આ જ ભેદ છે કે પ્રયત્ન સ્વરૂપથી અર્થપ્રવણ નથી જ્યારે જ્ઞાન સ્વરૂપથી અર્થપ્રવણ છે. જો ઈશ્વરના નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org