Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 80
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર છે, પરંતુ કણાઠ તો એટલું જ જણાવે છે કે વેદવાક્યોની રચના બુદ્ધિપૂર્વિકા છે." ELRIHL GLUED : "It is probable that Kaņāda believed that the Vedas were written by some persons superior to us (2.1.18, 6.1.1-2) વેદના રચયિતા સાક્ષાત્કૃતધર્મા ઋષિઓ હતા એ મતને કણાદ પણ સ્વીકારતા હોય એમ લાગે છે. ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકોનો ત્રીજો મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે ઈશ્વર સર્વ પ્રાણીઓને પોતાના કર્મ અનુસાર ફળ આપે છે. કણાદમાં કર્મફલદાતા ઈશ્વરની કલ્પના જ નથી. તેથી પ્રા. દાસગુપ્તા નીચેના નિર્ણય ઉપર આવે છે- “As there is no reference to Isvara and as adrșta proceeding out of the performance of actions in accordance with Vedic injunctions is made the cause of all atomic movements, we can very well assume that Vaiseșika was as atheistic or non-theistic as the later Mīmāṁsā philosophers.'5.240 GLST at hugi અત્યન્ત રસપ્રદ થશે કે ચન્દ્રમતિના દશપદાર્થશાસ્ત્રમાં પણ ઈશ્વરનો સ્વીકાર નથી, એટલું જ નહિ પણ સાતમી શતાબ્દીમાં ઉદ્યોતકર હજુ પણ પોતાના ન્યાયવાર્તિકમાં ઈશ્વર વિરુદ્ધના વૈશેષિકોએ આપેલા તર્કોનું નિરૂપણ કરે છે.” (૨) “ન્યાયસૂત્રકાર ગૌતમને મતે “ઈશ્વર'નો અર્થ શું છે? પ્રાચીનકાળે ન્યાયદર્શન ઈશ્વરવાદી હતું કે નહિ એ વિશે ઘણા વિદ્વાનોને શંકા છે. પ્રા. હિરિયણણા લખે છે: “Gautama makes only a casual mention of God, and some have doubted whether the Nyāya was originally theistic." ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે અને તે પણ પ્રાવાદુકોની ચર્ચાના પ્રકરણમાં જ છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે. તે સૂત્રોને ક્રમશઃ સમજતાં ગૌતમની ઈશ્વર વિશેની માન્યતા તદ્દન સ્પષ્ટ થઈ જશે. ईश्वर: कारणं पुरुषकर्माफल्यदर्शनात् । ४.१.१९ અનુવાદ: પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે. સમજૂતીઃ ફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળકર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે કર્મ કરવા છતાં ઘણી વાર પુરુષને તેનું ફળ મળતું નથી. ઈશ્વર જ આપણને જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકે છે, તે જ આપણને સુખ યા દુઃખ દે છે, તે જ આપણને બંધનમાં રાખે છે કે મુક્ત કરે છે. આ બધું આપણાં કર્મોનું પરિણામ નથી પરંતુ ઈશ્વરની ઇચ્છાનું પરિણામ છે. આપણાં કર્મોને એ બધાંની સાથે કોઈ સંબંધ નથી. કર્મસિદ્ધાન્ત ખોટો છે. ઈશ્વરેચ્છા જ સાચી છે. વનીયરી વનરીશ્વરેચ્છા न, पुरुषकर्माभावे फलानिष्पत्तेः । ४.१.२० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194