Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 79
________________ ભારતીય તત્ત્વજ્ઞાન been explained by Upaskāra as meaning 'The Veda being the Word of Isvara (God) must be regarded as valid', but since there is no mention of Isvara anywhere in the text this is simply reading the later Nyaya ideas into the Vaisesika.''9° પ્રાધ્યાપક એરિચ ફાઉવલ્ગર તો ઉપલબ્ધ વિશેષિકસૂત્રનાં પ્રથમ ચાર સૂત્રોને પ્રક્ષિસ ગણે છે અને પ્રશસ્તપાઠના પદાર્થધર્મસંગ્રહના (ઈ.સ. છઠ્ઠી શતાબ્દી) આરંભને અનુસરી લખાયાં અને ઉમેરાયાં હોય એમ તેમનું માનવું છે. તેમને સ્થાને મૌલિક પ્રારંભિક સૂત્રો જુદાં હતાં, જેમનો પુનરુદ્ધાર ઉદયનની કિરણાવલિ અને જેન હરિભદ્રની ન્યાયપ્રવેરાવૃત્તિને આધારે આ પ્રાધ્યાપકે કર્યો છે. આ મૌલિક સૂત્રોમાં તો એવું કશું જ નથી જેને આધારે જરા પણ ઈશ્વરનું સૂચન મળે.” બીજું એક સૂત્ર છે જ્યાં ટીકાકારો ખોટી રીતે ઈશ્વર(God)નો ગર્ભિત નિર્દેશ શોધવાનો પ્રયાસ કરે છે. તે સૂત્ર છે : સંજ્ઞા વક્રિશિષ્ટનાં નિમ્' (૨.૭.૬૮). આ સૂત્રમાં આવેલા ‘મણિનામુ” નો અર્થ ટીકાકારો મરચ’ એવો કરે છે. ઉપસ્કાર અનુસાર આ સૂત્રનો અર્થ છે-“નામ અને કાર્ય ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનાર લિંગ છે.” કેવી રીતે નામ તેમ જ કાર્ય ઈશ્વરના અસ્તિત્વનાં લિંગો બને છે તે સમજાવે છે. પૃથ્વી વગેરેનો કોઈ કર્તા હોવો જોઈએ કારણ કે તે ઘટની જેમ કાર્ય છે. ઉપસ્કાર અનુસાર આ સૂત્ર ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનાર બે હેતુઓ આપે છે. ઉપસ્કારના આ અર્થઘટનની ટીકા કરતા દાસગુપ્તા લખે છે : “Upaskara's interpretation seems to be farfetched. He wants to twist it into an argument for the existence of God," દાસગુપ્તા અનુસાર સૂત્રનો અર્થ આ YHLSTEN : "The existence of others different from us (asmadvišişțānām) has to be admitted for accounting for the giving of names to things (sañjñākarma). Because we find that the giving of names is already in usage (and not invented by us).”ચન્દ્રાનન્દ પોતાની વૈશેષિકસૂત્રની વૃત્તિમાં આ સૂત્રનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે – અસ્પતાવીનાં સત્યો भगवान् विज्ञानादिभिर्विशिष्टो महेश्वरस्तदीयं संज्ञाप्रणयनं नवानामेव द्रव्यानां भावे लिङ्गम्, રામચ સંજ્ઞSનમિધાનીત્ા અર્થાત્ મહેશ્વર દ્વારા નવ જ સંજ્ઞાનું પ્રણયન એ નવ જ દ્રવ્યોના અસ્તિત્વમાં હેતુ છે. આ અર્થઘટન પણ અયોગ્ય છે. હકીકતમાં, ‘ક્રિશિષ્ટીનામું' પદનો અર્થ “આપણાથી જુદા” કે “આપણાથી ચડિયાતા” એવો થાય પ્રશસ્તપાદભાષ્યમાં આ પદ એક સ્થળે પ્રયોજાયું છે અને તેને ‘યોગિના ના વિશેષણ તરીકે આપવામાં આવ્યું છે. યુક્તિદીપિકાકાર પણ કહે છે કે આ સૂત્રગત ‘ક્રિશિષ્ટનાસ્પદથી માહાભ્યશાલી મહાપુરુષોનું ગ્રહણ કરવાનું છે. ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોનો એક મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે પરમાણુઓનું આદ્ય કર્મ (ગતિ) ઈશ્વરકારિત છે. પરંતુ કણાદ તો કહે છે કે પરમાણુઓનું આદ્ય કર્મ અદષ્ટકારિત છે. જૂના મનસાદ વર્માતૃછકવિતા (૬.૨.૨૩). વળી, ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોનો બીજો મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે વેદો ઈશ્વરકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194