Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 84
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ૭૫ રહેલી છે અને ઈશ્વરો અનેક પણ હોઈ શકે છે. આ દર્શાવે છે કે વાત્સ્યાયનનો ઈશ્વર વિવેકી અને ક્લેશરહિત જીવન્મુક્ત જ છે. વાત્સ્યાયનભાષ્યની આ કંડિકાના સંદર્ભમાં પ્રા. ઇન્ગાલ્સ (Ingalls) લખે છે.....One will grant that Vātsyāyana's remarks are confusing. God has won his divinity through good works he has performed. We must, therefore, suppose that there was a time when he was not God.""" વાત્સ્યાયનકૃત આ ઈશ્વરવર્ણન પ્રા. ઇન્ગાલ્સને ગૂંચવાડાભર્યું લાગે છે કારણ કે ન્યાય-વૈશેષિકદર્શનના ઉત્તરકાલીન ગ્રંથોએ રજૂ કરેલી ઈશ્વરની વિભાવનાથી તેમનું મન ઘેરાયેલું છે તેમ જ વાત્સ્યાયનભાષ્યની નીચે આપેલી (b), (c), (d) અને (e) કંડિકાઓના ઉત્તરકાલીન ટીકાકારોએ આપેલા અર્થઘટનમાં ઈશ્વરનાં રજૂ થયેલાં ખીજાં પાસાંઓ સાથે આ વર્ણનની સંગતિ બેસતી નથી; પરંતુ આપણે જોઈશું તેમ, આ ટીકાકારોએ ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકોની ઈશ્વરવિભાવનાના પ્રકાશમાં આ અર્થઘટન મારીમચડીને કર્યું છે. (b) सङ्कल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन् धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि प्रवर्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं वेदितव्यम् । સમજૂતી : ટીકાકારો આમાં ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિભાવનાને વાંચે છે, તેથી તેઓ ‘પ્રત્યાત્મવૃત્તીનું’સમાસગત ‘પ્રતિ”નો અર્થ પ્રત્યેક કરે છે અને ‘નિર્માળપ્રાામ્યમ્’નો અર્થ ‘નન્નિમાંળપ્રાામ્યમ્’( =જગતનું નિર્માણ કરવાની અવ્યાહત ઇચ્છા) કરે છે. તેથી, તેમના અનુસાર આ કંડિકાની સમજૂતી નીચે પ્રમાણે છે. જગતનું સર્જન કરવાની ઇચ્છા જેવી તે કરે છે તેવું જ જગતનું સર્જન શરૂ થાય છે. જ્યારે તે જગતનું સર્જન કરવાની ઇચ્છા કરે છે ત્યારે તેની ઇચ્છાને અનુસરનારો તેનો ધર્મ પ્રત્યેક આત્મામાં રહેલા સંચિત ધર્માધર્મને પોતાનું ફળ આપવામાં પ્રવૃત્ત કરે છે તેમ જ પૃથ્વી વગેરે ભૂતોને (પરમાણુઓને) દ્વચણુકાદિક્રમે કાર્યો ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત કરે છે. જગતનું સર્જન કરવાની તેની ઇચ્છા વ્યાઘાત પામતી નથી. આ તેની અવ્યાહત ઇચ્છા તેના પોતાના પૂર્વકૃત કર્મનું ફળ છે એમ જાણવું કારણ કે પોતે કરેલા કર્મના ફળનો લોપ થતો નથી એવો નિયમ છે. પ્રા. ઇન્ગાલ્સ પણ આ અર્થઘટન સ્વીકારે છે અને તેથી નીચેના શબ્દોમાં આ કંડિકાને સમજાવે છે : “God acts upon the karmic accumulation of each of us as well as upon the gross elements of the Universe. Accordingly, his omnipotence is limited by the fact that each of us must receive the results of our former action. Furthermore, this omnipotence (if one should really grant it such a title) is the result of the karma Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194