________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર પ્રયોગ જીવન્મુક્ત ઉપદેખાના અર્થમાં જ કરતું હતું. સૌપ્રથમ પ્રશસ્તપાદ ન્યાયશેષિકદર્શનમાં નિત્યમુક્ત જગત્કર્તા એક ઈશ્વરની વિભાવના દાખલ કરે છે. " .
હવે આપણે પ્રશસ્તપાદ્યોત્તરકાલીન ન્યાયવૈશેષિક મુખ્ય ચિંતકોને એક પછી એક લઈ તેમની ઈશ્વરચર્ચાનો સાર રજૂ કરીશું. (૫) ઉદ્યોતકર અને ઈશ્વર
પ્રશસ્તપાદે જગતના કર્તા ( નિમિત્તકારણ) તરીકે ઈશ્વરનો સ્વીકાર કર્યો છે. પરંતુ તેનો વ્યવસ્થિત વિચાર ઉદ્યોતકરના ન્યાયવાર્તિકમાં આપણને સૌપ્રથમ મળે છે. ઉદ્યોતકર કહે છે કે જગતનું ઉપાદાનકારણ પરમાણુઓ છે અને જીવોનાં કર્મોની સહાયથી ઈશ્વર પરમાણુઓમાંથી સર્વ કાર્યો ઉત્પન્ન કરે છે. ઈશ્વર જ સૃષ્ટિ દરમિયાન જ્યારે જે જીવના જે કર્મનો વિપાકકાળ આવે છે ત્યારે તે જીવને તે કર્મ અનુસાર ફળ આપે છે. આ ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરનું ઐશ્વર્ય નિત્ય છે. તે ધર્મનું (=પૂર્વકૃત કર્મનું) ફળ નથી. ઈશ્વરમાં ધર્મ છે જ નહિ." ઈશ્વરમાં સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ અને બુદ્ધિ આ છ જ ગુણો છે. એક સ્થાને ઉદ્યોતકર જણાવે છે કે તેનામાં અક્લિષ્ટ અને અવ્યાહત ઈચ્છા પણ છે. ઈશ્વરને શરીર નથી.
ઈશ્વરને માનવાની શી જરૂર છે? જીવોના ધર્માધમ જ પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવે છે એમ કેમ માનતા નથી? આના ઉત્તરમાં ઉદ્યોતકર કહે છે કે ધર્માધર્મ અચેતન છે અને અચેતન સ્વતંત્રપણે કોઈને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવી ન શકે. માની લો કે ધર્માધર્મ પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવે છે-અર્થાતુ પરમાણુઓમાં કાર્યારંભક ગતિ ઉત્પન્ન કરે છે. ધર્માધર્મ તો કરણકારક છે. કેવળ કરણકારકથી ક્રિયા ઉત્પન્ન થતી નથી. તેથી, કેવળ ધર્માધર્મથી પરમાણુઓમાં આરંભક ક્રિયા ઉત્પન્ન ન થઈ શકે. જો કહો કે પરમાણુઓની સહાયથી ધર્માધર્મ પરમાણુઓમાં આરંભક ક્રિયા ઉત્પન્ન કરે છે તો તે બરાબર નથી. પરમાણુઓ તો કર્મકારક છે; કર્મકારક અને કરણકારક બે જ ભેગા મળી આરંભક ક્રિયા ઉત્પન્ન ન કરી શકે. માટી (= કર્મ) અને દંડ-ચક્ર (=કરણ) બેથી જ ઘટારંભક ક્રિયા ઉત્પન્ન થતી કદી કોઈએ દેખી નથી. આમ આરંભક ક્રિયાની ઉત્પત્તિ માટે કર્મકારક અને કરણકારક ઉપરાંત કર્તિકારક(= કર્તા)નું હોવું આવશ્યક છે. જે કહો કે કર્તા જીવ છે અને તે પોતાનાં કર્મો (=ધર્માધર્મ) દ્વારા પરમાણુઓમાં આરંભક ગતિ પેદા કરે છે તો તે બરાબર નથી, કારણ કે જીવ અજ્ઞાની હોઈ પરમાણુઓમાંથી જે જે કાર્ય જે જે રીતે બનાવવાનું છે તેનું તેને જ્ઞાન નથી અને તેથી તે તે કાર્યને ઉત્પન્ન કરવા માટેની આરંભક ગતિ પરમાણુઓમાં ઉત્પન્ન કરવા તે શક્તિમાન નથી. જો કહો કે પરમાણુઓમાં આરંભક ગતિની ઉત્પત્તિનું કંઈ કારણ જ નથી તો તે અનુચિત છે, કારણ કે આપણે કદી કારણ વિના કશાનીય ઉત્પત્તિ જોઈ જાણી નથી. તેથી બુદ્ધિમાનું અર્થાત્ સર્વજ્ઞ ઈશ્વરથી જ પરમાણુઓ અને કર્મો ( ધર્માધર્મ) કાર્યોન્મુખ થાય છે એમ માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org