________________
ભારતીય તત્ત્વજ્ઞાન અને અનુકૂળ શરીરવ્યાપાર વિના કોઈ કર્તા કાર્ય ઉત્પન્ન કરતો હોય એવું લોકમાં દેખ્યું નથી. તેથી ઈશ્વર પણ જો જગતનો ક્ત હોય તો તે શરીરી જ હોવો જોઈએ. જો કહો કે એશ્વર્યના અતિશયને કારણે ઈશ્વર શરીર વિના જ જગત ઉત્પન્ન કરે છે તો તે બરાબર નથી, કારણ કે એ જ તર્કને લંબાવી પૂછી શકાય કે બુદ્ધિ વિના જ (અર્થાતુ કેવળ ઇચ્છાથી જ) પોતાના અતિરાયને કારણે તે કેમ જગતને ઉત્પન્ન કરતો નથી? જો કહો કે જગતમાં ઘટ, પટ વગેરે કાર્યનો કર્તા બુદ્ધિમાન છે માટે જગતનો કર્તા પણ બુદ્ધિમાન હોવો જોઈએ તો તો એ જ તકને આધારે એ પણ સ્વીકારવું જોઈએ કે જગતનો કર્તા શરીરી છે કારણ કે ઘટ, પટ આદિનો કર્તા શરીરી છે. - શ્રીધર આનો વિસ્તૃત જવાબ આપે છે. તે આ છે : કર્તૃત્વ શું છે? શરીર સાથે સંબંધ હોવો તે’ કર્તુત્વ છે કે “જે કારણોમાં કાર્ય ઉત્પન્ન કરવાનું સામર્થ્ય જણાયું હોય તે કારણોને કાર્યોત્પત્તિમાં પ્રેરવા તે’ કર્તુત્વ છે? જો “શરીર સાથે સંબંધ હોવો તે કતૃત્વ હોય તો સુષુપ્ત વ્યક્તિમાં અને કાર્ય કરવામાં ઉદાસીન વ્યક્તિમાં પણ કતૃત્વ માનવું પડશે. તેથી યોગ્ય કારણોને કાર્યોત્પત્તિમાં પ્રેરવા તે’ જ કર્તુત્વ છે એમ સ્વીકારવું જોઈએ, અને નહિ કે શરીર સાથે સંબંધ હોવો તે કર્તુત્વ છે એમ. આ જાતનું કર્તૃત્વ શરીરસંબંધ વિના પણ શકય છે. ઉદાહરણાર્થ, જીવાત્માને પોતાના શરીરને ઘેરવા માટે કોઈ અન્ય શરીર સાથે સંબંધ જરૂરી નથી - જીવ સ્વતઃ જ પોતાના શરીરને પ્રેરે છે. જો કહો કે જીવનો પૂર્વકર્માર્જિત શરીર સાથે જે સંબંધ છે તે જ તેને તે શરીરની પ્રેરણા કરવામાં સહાયક કારણ છે તો તે બરાબર નથી, કારણ કે તેનો પોતાના શરીર સાથે સંબંધ હોવા છતાં તે પોતાના શરીરથી પોતાના શરીરને પ્રેરે છે એમ માની શકાય નહિ; ગમે તેટલો કુશળ ન હોય તો પણ તે પોતે પોતાના ખભા ઉપર ચઢી શકે નહિ અને ગમે તેટલી તીક્ષ્ણ છરી હોય તો પણ તે પોતે પોતાને કાપી શકે નહિ; તેવી જ રીતે, શરીર ચેતનની સહાયથી પણ પોતે પોતાને પ્રેરણા કરી શકે નહિ. જો કહો કે જેમ જીવે કરેલી પ્રેરણાનો આશ્રય તે શરીર છે-અર્થાત્ જીવ શરીરને પ્રેરણા કરે છે, તેમ ઈશ્વરે કરેલી પ્રેરણાનો આશ્રય પણ તેનું શરીર હોવું જોઈએ ને? તો તેનો ઉત્તર એ છે કે ઈશ્વરે કરેલી પ્રેરણાનો આશ્રય પરમાણુઓ છે-ઈશ્વરની પ્રેરણાથી પરમાણુઓ સ્વકાર્યમાં પ્રવૃત્ત થાય છે. વળી, વિરોધી શંકા ઉઠાવે છે કે સ્વશરીરને જીવ ઇચ્છા અને પ્રયત્ન દ્વારા પ્રેરે છે અને ઇચ્છા-પ્રયત્નનું કારણ શરીર છે એટલે ઇચ્છા-પ્રયત્નના જનન દ્વારા શરીર પોતે જ પોતાને પ્રેરી શકે છે એમ માનવું જોઈએ; આમ જેમ જીવને સ્વશરીરને ઘેરવા સ્વશરીર સાથે સંબંધ જરૂરી છે તેમ ઈશ્વરને પણ પરમાણુઓને પ્રેરવા શરીરસંબંધ જરૂરી છે. આ શંકાનું સમાધાન એ છે કે જીવની બાબતમાં તેનાં ઇચ્છા અને પ્રયત્નનું કારણ શરીર છે પરંતુ ઉત્પન્ન થઈ ગયેલાં ઈછા અને પ્રયત્ન જ્યારે શરીરને પ્રેરણા કરે છે ત્યારે પ્રેરણાનું કારણ શરીર નથી ત્યારે તો શરીર પ્રેરણાનું કર્મ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org