________________
ભારતીય તત્ત્વજ્ઞાન
ખરેખર ક્રિયાને (પ્રવૃત્તિને) અદૃષ્ટનું કારણ ગણવામાં આવી નથી પરંતુ ઇચ્છાદ્વેષને જ ધર્માધર્મરૂપ અદૃષ્ટનું કારણ ગણવામાં આવ્યાં છે. ક્રિયા તો શરીર કે મન કરે છે પણ અદષ્ટ અને તેનું ફળ આત્મામાં ઉત્પન્ન થાય છે, એમ કેમ ? ન્યાય-નૈરોષિક ઉત્તર આપરો કે ધર્મ કે અધર્મરૂપ અદૃષ્ટની ઉત્પત્તિમાં અમે ક્રિયાને કારણ ગણતા નથી પણ ઇચ્છાદ્વેષને કારણ ગણીએ છીએ. ઇચ્છાદ્વેષનિરપેક્ષ ક્રિયા અદષ્ટોત્પાદક નથી. અદષ્ટનાં ઉત્પાદક ઇચ્છાદ્વેષનો આશ્રય આત્મા છે, ઇચ્છાદ્વેષજન્ય ધર્માધર્મરૂપ અદષ્ટ પણ આત્મામાં ઉત્પન્ન થાય છે અને ધર્માધર્મરૂપ અદૃષ્ટનું ફળ સુખદુઃખ પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે. વળી, જે આત્મામાં ઇચ્છા-દ્વેષ ઉત્પન્ન થાય છે તે જ આત્મામાં તજન્ય અદૃષ્ટ ઉત્પન્ન થાય છે અને તે જ આત્મામાં તે અદૃષ્ટજન્ય સુખ કે દુઃખ ઉત્પન્ન મકે થાય છે. જુઓ પ્રશસ્તપાઠભાષ્ય ગુણસાધર્મ પ્રકરણ.
૩.
૬૩
રાગ આદિ દોષોથી રહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. દોષરહિત પ્રવૃત્તિ કરનારનો પુનર્ભવ અટકી જાય છે (ન્યાયસૂત્ર ૪.૧.૬૪). પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવાં કર્મો ( બંધાતાં નથી. તેથી જે રાગ વગેરે દોષોથી મુક્ત થઈ ગયો હોય છે તે વિહરતો હોવા છતાં મુક્ત છે-જીવન્મુક્ત છે (ન્યાયભાષ્ય ૪.૨.૨).૪
જે રાગ વગેરે દોષોથી મુક્ત થયો હોય છે તેનો પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતો ન હોવા છતાં તેનાં પૂર્વકૃત કર્મોનાં બધાં ફળો ભોગવાઈ ન જાય ત્યાં સુધી તેને છેલ્લા જન્મમાં જીવવાનું હોય છે." અનન્ત જન્મોમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કોઈને થાય.' આ શંકાનું સમાધાન ન્યાયવૈશેષિક ચિંતકો નીચે પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલો વખત જોઈએ જ એવો કોઈ નિયમ નથી. બીજું, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કર્મોનો સંચય થતો રહ્યો હોય છે તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે.- ત્રીજું, પોતાના છેલ્લા જન્મમાં તે તે કર્મનો વિપાક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક શરીરો યોગઋદ્ધિના બળે નિર્માણ કરીને તેમ જ મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોને ગ્રહણ કરીને જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોના વિપાકને ભોગવી લે છે.૬૯
*
ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષષ્કર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે.
સૂત્ર ૪.૧.૧૯ જણાવે છે કે પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે.” આ સૂત્ર અનુસાર કર્મફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને કર્મફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે ઘણી વાર કર્મ કરવા છતાં પુરુષને તેનું ફળ મળતું દેખાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org