________________
ભારતીય તત્ત્વજ્ઞાન
આત્મા સ્વભાવથી અમૂર્ત છે પરંતુ પૌદ્ગલિકકર્મ સાથે તેનો નીરક્ષીર જેવો સંબંધ અનાદિ હોઈને સંસારી અવસ્થામાં તેને સ્થંચિત્ મૂર્ત માનવામાં આવેલ છે. આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થા થાય છે-ઔપામિક, ક્ષાયિક, ક્ષાયોપરામિક અને ઔયિક. કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર ઔપશમિક, કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ક્ષાયિક, કર્મના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થનાર ક્ષાયોપામિક અને કર્મના ઉદયથી પેદા થનાર ઔયિક. આ ઉપરાંત પાંચમો ભાવ પારિણામિક છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન જ છે. (તત્ત્વાર્થસૂત્ર ૨.૧).૧૦
૪૨
ve
કર્મનું જીવ ભણી આવવાનું (=આસવનું) કારણ છે મનવચનકાયાની પ્રવૃત્તિ.” આમ મનવચનકાયાના વ્યાપારો, જેમને જૈનો યોગ કહે છે તે, કર્મોનો આત્માની સાથે સંબંધ કરાવનાર છે. આત્મા ભણી આકર્ષાયેલાં કર્મોનો આત્માના પ્રદેશો સાથે નીરક્ષીર સંબંધ થવો તે બંધ છે. ઉમાસ્વાતિ મહારાજ બંધનાં કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચને ગણાવે છે. પરંતુ ખાસ તો આ પાંચમાંથી કષાય જ બંધનું મુખ્ય કારણ છે. (તત્ત્વાર્થસૂત્ર ૬. ૧-૨ અને ૮.૧)
૧૯
આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે, તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, જુદી જુદી તીવ્રતાવાળાં ફળો આપે છે અને અમુક જથ્થામાં આત્માને ~ લાગે છે. પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ શક્તિને ઢાંકરો, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો શાં છે ? જૈન મતે તે કર્મોને આત્મા ભણી લાવવામાં કારણભૂત આત્માની પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. જો તેની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો તેવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કર્મો આત્માની જ્ઞાનરાક્તિને ઢાંકો. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે એનો આધાર તથા ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતામંદતા ઉપર છે.॰ કષાય ચાર છે – ક્રોધ, માન, માયા અને લોભ. તે રાગ-દ્વેષનો જ વિસ્તાર છે. જેમ વધારે તીવ્ર કયાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કર્મો વધારે વખત સુધી આત્માની શક્તિને ઢાંકો અને વધારે તીવ્ર ફળ આપશે. આમ, જૈનો કષાયોને છોડવા ઉપર વિરોષ ભારે મૂકે છે, પ્રવૃત્તિને છોડવા પર તેટલો નહિ. જૈનોએ સાંપરાયિક અને ઇર્યાપથિક કર્મબંધ સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયસહિત પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક કર્મબંધ થાય છે અને કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઇર્યાપથિક કર્મબંધ થાય છે.” સાંપરાયિક કર્મબંધને સમજાવવા માટે તેઓ ભીના ચામડા પર પડેલી રજના ચોટવાનું દૃષ્ટાંત આપે છે અને ઇર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે સૂકી ભીંત પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org