________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૨૬
આવેલ છે. આમ અહીં કર્મ અને પુનર્જન્મનો સૌથી પ્રાચીન અણસાર પ્રાપ્ત થાય છે. આત્મા પાણીમાં કે વનસ્પતિમાં પણ અવતરે છે એ હકીકતમાં જૈનોના અકાય અને વનસ્પતિકાય જીવના સ્વીકારનું સૂચન છે.
ઉપનિષદોમાં કર્મ અને પુનર્જન્મ
२
x
કઠોપનિષદમાં (૧.૧.૫-૬) નચિકેતા જણાવે છે કે જેમ અનાજના દાણા પાકે છે અને નારા પામે છે અને પુનઃ ઉત્પન્ન થાય છે તેમ મનુષ્ય પણ જીવે છે, મરે છે અને પુનઃ જન્મે છે. બૃહદારણ્યક ૪.૪.૧-૨માં સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત્યુકાળે આત્મા ચક્ષુ, મૂર્ધા કે અન્ય શરીરદેશમાંથી ઉત્ક્રમણ કરે છે; તે આત્માને તેનાં વિદ્યા, કર્મ અને પૂર્વપ્રજ્ઞા અનુસરે છે. તે જ ઉપનિષદમાં ૪.૪.૩માં કહ્યું છે કે જેમ તૃણજલાયુકા મૂળ તૃણના અંતે જઈ અન્ય તૃણને પકડી લીધા પછી મૂળ તૃણને છોડી દે છે તેમ આત્મા વર્તમાન શરીરમાં અંતે પહોંચ્યા પછી અન્ય આધારને (શરીરને) પડી તેમાં જાય છે. ઠોપનિષદ ૨.૨.૬-૭ કહે છે કે આત્માઓ પોતાનાં કર્મ અને શ્રુત અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મે છે. બૃહદારણ્યક ૪.૪.૫ કર્મનો સરલતમ છતાં સારભૂત ઉપદેશ આપે છે કે આત્મા જેવું કર્મ કરે છે, જેવું આચરણ કરે છે તેવો તે બને છે. સત્કર્મ કરે છે તો સારો બને છે, પાપ કર્મ કરે છે તો પાપી બને છે, પુણ્ય કર્મ કરે છે તો પુણ્યશાળી બને છે. મનુષ્ય જેવી ઇચ્છા કરે છે તે અનુસાર તેનો સંપ થાય છે, જેવો સંકલ્પ કરે છે તે અનુસાર તેનું કર્મ થાય છે અને જેવું કર્મ કરે છે તે અનુસાર તે બને છે.* છાંદોગ્ય પૃ. ૧૦.૭ કહે છે કે જેનું આચરણ રમણીય છે તે શુભ યોનિમાં જન્મે છે અને જેનું આચરણ દુષ્ટ છે તે કૂતરો, સૂકર, ચાંડાલ જેવી અશુભ યોનિમાં જન્મે છે.” કૌષીતકી ઉપનિષદ ૧.૨ જણાવે છે કે પોતાનાં કર્મ અને વિદ્યા પ્રમાણે આત્મા કીટ, પતંગ,
૫
મત્સ્ય, પક્ષી, વાઘ, સિંહ, સર્પ, માનવ કે અન્ય કોઈ પ્રાણી તરીકે જન્મે છે.
ગીતામાં કર્મ અને પુનર્જન્મ
પૂર્વજન્મ અને પુનર્જન્મ છે જ એ હકીકત ગીતા ભારપૂર્વક જણાવે છે. જન્મેલાનું મૃત્યુ થાય છે જ અને મરેલાનો જન્મ પણ થાય છે જ (૨.૨૭). આત્મા નિત્ય છે પણ એનાં શરીરો નારાવંત છે (૨.૧૮).૧° જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં શરીરો ધારણ કરે છે (૨.૨૨) ૧૧. કૃષ્ણ કહે છે, “હે અર્જુન ! મારા અને તારા ઘણા જન્મો વીતી ગયા છે.’ (૪.૫)ખ
કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી (૩.૫).૧૩ કર્મ ન કરવાથી તો શરીરનિર્વાહ પણ નહિ થાય (૩.૮).૧૪ કર્મ બંધનકારક નથી ? ના, કર્મ સ્વયં બંધનકારક નથી પણ કર્મફલની આસક્તિ જ બંધનકારક છે. કર્મફળની ઇચ્છા ન રાખનારા જ્ઞાનીઓ જન્મરૂપ બંધનથી મુક્ત થાય છે. (૨.૫૧).` તેથી ગીતા ફળની આસક્તિ છોડી, સિદ્ધિ-અસિદ્ધિમાં સમભાવ ધરી કર્મ કરવાનો આદેશ આપે છે
જ
Jain Education International
€
For Private & Personal Use Only
www.jainelibrary.org