________________
૧૮
ભારતીય તત્ત્વજ્ઞાન
se
સમાધાન ન્યાય-વૈશેષિક ચિંતકો નીચે પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલો સમય જોઈએ જ એવો કોઈ નિયમ નથી.” બીજું, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કર્મોનો સંચય થતો રહ્યો તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે. ત્રીજું, છેલ્લા જન્મમાં તે તે કર્મનો વિપાક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક નિર્માણશરીરો યોગસિદ્ધિના બળે નિર્માણ કરીને તેમ જ મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોને ગ્રહણ કરીને તે જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોના વિપાકને ભોગવી લે છે. પૂર્વકર્મો છેલ્લા જન્મમાં ભોગવાઈ જતાં નિર્દોષ પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાત્ શરીર પડે છે. પરંતુ હવે ભોગવવાનાં કોઈ કર્મો ન હોવાથી નવું શરીર તે ધારણ કરતો નથી. તેનો જન્મ સાથેનો સંપર્ક છૂટી જાય છે, દેહ સાથેનો સંબંધ છૂટી જાય છે. દેહ સાથેનો સંબંધ નાશ પામતાં સર્વ દુઃખોનો આત્મન્તિક ઉચ્છેદ થઈ જાય છે. આને પરામુક્તિ યા નિર્વાણમુક્તિ કહેવામાં આવે છે.
૭૯
૮
૧
તત્ત્વજ્ઞાનથી દોષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ દૂર થાય છે એ ખરું પણ તત્ત્વજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી થાય છે. વળી, તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે અધ્યાત્મવિદ્યાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન, અધ્યાત્મવિદ સાથેનો સંવાદ અને અશુભ સંજ્ઞાની ભાવના પણ જરૂરી છે.
મીમાંસક મતે મોક્ષ
આત્મા વિશેની મીમાંસક માન્યતા લગભગ ન્યાય-વૈશેષિકની માન્યતા જેવી જ છે. મીમાંસક મતે પણ જ્ઞાન આત્માનું સ્વરૂપ નથી પણ ગુણ છે, જે અમુક નિમિત્તકારણને પરિણામે આત્મામાં ઉત્પન્ન થાય છે. સુષુપ્તિ અને મોક્ષમાં આત્મામાં જ્ઞાન હોતું નથી, કારણ કે જ્ઞાનનાં નિમિત્ત કારણો ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ વગેરે સુષુપ્તિ અને મોક્ષમાં હોતાં નથી. મીમાંસકોનો વૈશેષિકોથી એટલો ભેદ છે કે મીમાંસકો મોક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માને છે જ્યારે વૈશેષિકો મોક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માનતા નથી. આનું કારણ એ છે કે મીમાંસકો દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે ઉપરાંત પદાર્થોમાં શક્તિને એક પદાર્થ તરીકે સ્વીકારે છે, જ્યારે ન્યાય-વૈશેષિકો શક્તિપદાર્થને સ્વીકારતા નથી. આત્માને મોક્ષમાં જેમ જ્ઞાન નથી તેમ સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ તથા સંસ્કાર પણ નથી. મીમાંસા કામ્ય કર્મોને અર્થાત્ તૃષ્ણાપ્રેરિત પ્રવૃત્તિને જ દુઃખનું અને કર્મબંધનનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત અને નિત્યનૈમિત્તક કર્મો દુ:ખ કે કર્મબંધનું કારણ નથી. એટલે દુ:ખમાંથી મુક્ત થવા કામ્ય કર્મોને તેમ જ નિષિદ્ધ કર્મોને છોડવાં જોઈએ. આ કર્મોને છોડવા તૃષ્ણા યા કામને છોડવો જોઈએ, તૃષ્ણાને જીતવા આત્માને ખરાખર જાણવો જોઈએ. આત્માને અર્થાત્ બ્રહ્મને જાણવા વેદાન્તનો અભ્યાસ કરવો જોઈએ. આત્મજ્ઞાન મોક્ષાભિગામી પ્રવૃત્તિનું કારણ છે, આત્મજ્ઞાન મોક્ષનું સાક્ષાત્ કારણ નથી. મોક્ષનું સાક્ષાત્ કારણ આત્મજ્ઞાનપૂર્વકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org