Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એને હિતકર નિવડે છે. સાહિત્યમાં પણ કાવ્ય સાહિત્યનો જીવન સા અનંતર સંબંધ હય છે. કાવ્ય સાહિત્ય લાગણીને સ્પર્શ કરનાર હાઈ એકદમ જીવનને રસમય બનાવે છે. પરંતુ તે સીનેમા કે ભેગવિલાસ વધારનારું સાહિત્ય નહિ; જે સાહિત્ય આત્માને કલ્યાણમય પ્રવૃત્તિ તરફ દોરી જાય તે જ સાચું કાવ્ય-સાહિત્ય છે. આવું સાહિત્ય જીવન જીવતાં શીખવે છે; શુભ આચાર, શુભ વિચાર અને વિવેક વધારે છે; ધર્મ બુદ્ધિને જાગૃત કરે છે, પાપે તરફ તિરસ્કાર બતાવે છે. ભોગવિલાસને ભૂલાવે છે, વૈરાગ્ય પ્રકટાવે છે. ચારિત્રને ઘડે છે. મિત્રી વિગેરે ભાવનાઓ વહેવરાવે છે અને છેવટે આત્માનો ઉત્કર્ષ સાધી પરમાત્મપદ પ્રકટાવે છે. નૈતિક અને આધ્યાત્મિક કાવ્ય-સાહિત્ય અંતર્મુખવૃત્તિ ઉત્પન્ન કરે છે, રાગદ્વેષના પરિણામની મંદતા, દુઃખ સહન કરવાની શક્તિ અને આત્મામાં મનની સ્થિરતા વડે જે જે અંશે સદ્બોધ અને આત્મરમણતા થાય અને મનની એકાગ્રતા થાય તેને-અંતર્મુખ વૃત્તિ કહેવાય છે; જૈન દર્શનમાં પરમાત્માએ, આત્માને તરવાનાં અનેક સાધન બતાવ્યા છે તેમાંથી જે સાધનથી સાધ્યનું સામિપ્ય થાય, સાધ્યનું દર્શન થાય અને સ્વ અધિકાર મુજબ સમ્યફ પ્રકારે નિર્વહન થઈ શકે તે સાધન સાધકને ઉપકારક થાય છે; જ્યાં સુધી સંસારમાં આસક્તિ હોય છે ત્યાંસુધી બાહિમુખ વૃત્તિનું વિશેષ પ્રાબલ્ય હાય છે; આત્મજ્ઞાનપૂર્વક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 746