________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાખની કીંમતને હીરે તેજસ્વી હોય. પણ કેલસાની ખાણમાં જ પડ્યો રહે તે એનાં મૂલ શી રીતે અંકાય? શિક્ષકની નજર આ બાળક પર ઠરી. અને એનું હૈયું વિદ્યા માટેની એની તાલાવેલી, બુદ્ધિશાળી, વિનમ્રપણે જોઈને હરખ પામ્યું. સમય જતાં વિદ્યાર્થીમાંથી શિક્ષકવિશ્વાટવીને વિદ્યાથી બની નીકળી પડે છે. દૈવયોગે મહાન તનિધિ કરુણાવંત, ક્ષમાભંડાર, વચનસિદ્ધ પૂજનીય, સદગુરૂદેવ, શ્રીમદ્ રવિસાગરજીનાં સંગ દર્શનથી આંતરચક્ષુ ખૂલે છે. અને માતાપિતાના પરણાવવાના કોડ અધૂરા મૂકી ત્યાગને મરથ સેવે છે. પરંતુ માબાપના વાત્સલ્ય –ઉપકારો સ્મરી તેમના જીવતાં ત્યાગી ન થવા નિશ્ચય કરે છે, અને ત્યાગી થવાની ભાવના દતર થાય છે. આજીવન બ્રહ્મચર્ય ધારણ કરે છે. અલખન અહાલેક દ્વારા દેવી ગુર્જરીને અર્પઈ તેની શહીદી મંજુર કરે છે. નવું નવું જેવા, જાણવા, શીખવામાં, મસ્ત બની રહે છે.
જ્યારે વિ. સં. ૧૯૫૭ માં માતા-પિતા સ્વર્ગપશે સંચરે છે, ત્યારે સદ્ગુરૂ ચરણે પહોંચી જઈ ગુરૂમંત્ર (દીક્ષા આપવા વિનવે છે. તેમનાં ત્યાગ, વિરાગ, અને હદયની વિશાળતાની ખુશબોએ આકર્ષાઈને પાલણપુરને શ્રી સમસ્તસંઘ ભવ્ય આડંબરથી હાથીના હોદ્દે સં. ૧૯૫૭ ના માગશર સુદિ ૬ ના રોજ વંદનીય શ્રી તનિધિ, શ્રીમદ્ રવિસાગરજી મહારાજના પટ્ટશિષ્ય શ્રીસુખસાગરજી મહારાજના પાવન હસ્તે દીક્ષિત બનાવે છે. અને બુદ્ધિના
For Private And Personal Use Only