________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
" વિ. સં. ૧૯૮૧ માં શ્રીમદ્ પિતાનાં તમામ પુસ્તકે જલદી પ્રગટ કરવા આતુર જણાયા; અને એક સામટા સત્યાવીશ ગ્રન્થ જુદા જુદા આઠ પ્રેસને સોંપાયા. તે તમામને પ્રેસ કેપીઓ જોઈ જવી, બીજાઓની મદદથી પ્રફે તપાસવાં, પ્રસ્તાવના લખવી, આ બધું જાતે જ કરતા જાય અને કહેતા જાય કે “હવે વખત ભરાઈ ગયો છે, મહાપ્રયાણની તૈયારી છે.” પણ ભક્ત તે સાચું માનતા નહિ. કારણ આ વખતે તે જુદાં જુદાં ક્ષેત્રના કેટલાય સંઘ, ૧૯૮૧ નું ચાતુર્માસ પિતાના ક્ષેત્રમાં કરવા પધારવાને શ્રીમદુને વિનંતી કરવા આવ્યા હતા; અને શ્રીમદ તે તેઓને કહેતા કે “ભાઈ? હવે કેણ ચાતુર્માસ કરવાનું છે ?” છતાં આ અલમસ્ત વિશ્વ વિરલ દિવ્ય વિભૂતિ ગ ગીશ્વરના શબ્દ તેમને ગળે ન ઉતરતાં. જેઠ મહિનાના પ્રારંભમાં શ્રીમદે સળ પૃષ્ઠને એક લાંબો પત્ર પિતાના ચુસ્ત અનન્ય ભક્તવર્ય પાદરા નિવાસી વકીલ મેહનલાલ હીમચંદભાઈ પર લખેજેમાં “મૃત્યુ એ એક ધારણમાંથી પાસ થઈ ઉપલા ધોરણમાં ચઢવા જેવું, યા તે આમેન્નતિકમની એક ભૂમિકા ઉપર ચઢવા જેવું છે, હું પરવારી ગયે છું. સમય નિકટ છે, તમે પણ ચેતજો” (આ પત્ર, પત્ર સદુપદેશ ભાગ ત્રીજામાં છપાયે છે) અને વકીલજી પણ સહકુટુંબ મહુડી તીર્થો-(મધુપુરી-વિજાપુરથી ચાર કેશ) ગુરૂ સેવામાં હાજર થઈ ગયા. મહેસાણા નિવાસી મેહન
For Private And Personal Use Only