________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
સંગીન ઈમારત બને અને તેને લાભ કાયમ મળ્યા જ કરે તે માટે તેઓશ્રી મૃત્યુ પર્યત સજાગ ને સક્રિય રહ્યાં છે. એક બે વખત તે એમ લાગ્યું હતું કે લેન ફેડનું નામ નિશાન ભૂંસાઈ જશે. પરંતુ તેઓશ્રીએ અત્યંત ખંત ને અખૂટ ધીરજથી તેમજ પિતાના કુશળ વહીવટથી તે ફંડને ટકાવી રાખ્યું હતું.
જ્ઞાતિના ઉત્કર્ષ માટે, તેના વિકાસ માટે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા છે. અને તે પ્રયને તેમની જ્ઞાતિ કદી ભૂલી શકે તેમ નથી. પરંતુ જ્ઞાતિવાદના તે જડ. આગ્રહી ન હતા. સાંકડી વિચાર સરણીના તે ઉપાસક ન હતા. સામાજિક હિત પણ તેમના હૈયામાં વહ્યું હતું.
કપડવંજમાં નવચેતન હાઈસ્કુલની કન્યાઓને મફત શિક્ષણ અને સ્ત્રીઓ પણ કેળવણી લઈ આદર્શ નારી બની નૂતન ભારતના નવસર્જનમાં ભાગ લઈ શકે તે માટે મફત કેળવણીની ચેજના શરૂ કરી. તે બધી જ બેનની-જ્ઞાતિના ભેદભાવ વિના-ફીની જવાબદારી પિતે ઉપાડી લીધી.
અને કર્વે યુનિવર્સીટીના અભ્યાસ માટે એક નવી જ સંસ્થાની સ્થાપના કરી. કેળવણીની સેવાની યશોગાથા ગાતી અને માતૃપ્રેમની પ્રતીક બની રહેલી એ “શ્રી, ગજરાબાઈ મહિલા વિદ્યાલય” આજ પણ કપડવંજમાં ઊભી છે.
અભ્યાસના પુસ્તકે સિવાય ઈતર જ્ઞાનની પણ
For Private And Personal Use Only