________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
તો તે ભાગીને દરિયા તલે જઈ બેસે. અગર ભાગીને ભૂકો થાય. માટે સાચી સમાધિદ્વારા આત્મદેશમાં જવું હોય તે, અમારી માફક દુન્યવી મીઠાશની મમતાને પ્રથમ ત્યાગ કરવો જરૂરી છે. જ્યારે સંસારમાં જે સુરતા રહેલી છે. તે સુરતા, લક્ષ, આત્મિક જ્ઞાન, ધ્યાનમાં લાગશે ત્યારે, સંસાર તરફની સુરતા દૂર જશે. અને આત્મા તરફ તેને લક્ષ્ય થશે. પછી સંસારની મીઠાશમાં મુગ્ધ બનાશે નહિ. યોગશાસ્ત્રમાં, જ્ઞાનીઓ ફરમાવે છે કે, પ્રથમ આત્મા તરફ સુરતા રાખવા માટે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા અને સમાધિનું જ્ઞાન સમ્યગજ્ઞાની સશુરૂ દ્વારા મેળવી, અનુક્રમે આગળ વધવું જોઈએ. એકદમ આત્મ દેશમાં જવાશે નહિ. તેને માટે વ્રત, તપ, જપાદિકની પણ આવશ્યક્તા તે રહેલી છે જ. પશ્ચકખાણ કરશે ત્યારે માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓ કજામાં આવશે. અને જ્ઞાનપૂર્વક તપાસ્યા કરતાં રસવૃત્તિ ઘટવા માંડશે. એટલે અહિંસા, સંયમ, અને તપની આરાધના સુખરૂપ બનશે. તેથી સાચી સમાધિને પ્રગટ ભાવ થતું રહેશે. જેમ જેમ સ્વાદ અને સ્વાર્થનું આકર્ષણ, ઓછી માત્રાએ અગર અધિકતા ઘટતું જશે. તેમ તેમ આત્મ ગુણેને આવિર્ભાવ થશે. પછી પરમેષ્ઠિના જાપમાં એક લગની લગાવવી. તે જાપ યોગે, સેડહને જાપ, તે રૂપી આત્મા, તે જ હું છું. અન્ય કઈ પણ વસ્તુ મારી નથી. આવું તાન જાગશે. એટલે સેહંના જાપે, એટલે આત્માની સુરતા
For Private And Personal Use Only