________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
૪૮૮
છે. તે ચિત્તને સ્થિરતામાં ચુંટાડ્યા સિવાય, સ્થિર ઉપયોગ વિના ધ્યાન કયાંથી થાય ? થાય નહિ. એટલે સદ્ગુરૂ ફરમાવે છે કે, માનસિકવૃત્તિ જ્યારે સ્થિર કરશે ત્યારે અસંખ્યપ્રદેશી, અનંત ગુણોને ભંડાર એ આત્મા રીઝશે. અનંત રદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ અર્પણ કરશે. માટે પર વસ્તુઓની આસક્તિને ત્યાગ કરવાપૂર્વક ચિત્તને સ્થિર કરીને જ્ઞાન, ધ્યાનમાં રમણતા કરે. અત્યાર સુધી પરભાવમાં રમણતા કરવાથી જ જન્મ, જરા, મરણના અસહ્ય દુખ વેઠવા પડ્યા છે. તે, જે દુઃખ રૂપે લાગતા હોય તે, તેઓને ટાળવાનો ઉપાય, આત્માને ઓળખી તેને નિર્મલ કરવા સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી જરૂરી છે. તેથી નિર્મલ બની આત્મા પિતાના સ્વભાવે ઝળહળશે જ. તેમાં શંકા લાવે નહિ.
દીન તે જીન થશે” દીનતા રહેશે નહિ. દીનતા, હીનતા અને યાચનાઓના ત્યાગને જે માર્ગ બતાવ્યો છે. તે માર્ગે સંચરશે ત્યારે “જીન” થવાશે. અન્યથા તે
જન છે જ. માટે સદ્દગુરૂ કહે છે કે, જે સમજે તેની આ વેલા છે. અને બરાબર સમજશે તે નિર્ભયપ્રદેશી બની અનંત સુખને સ્વામી બનશે.
અનંત સુખના સ્વામી બનવું હોય તે, દુનિયાના જે જે નિમિત્તો તથા સંગે ઈષ્ટ, અનિષ્ટ પ્રાપ્ત થએલ છે તેના કારણેને બરોબર તપાસી તેને ત્યાગ કરવા ખ્યાલ રાખે આવશ્યક છે. તેના કારણે તમે જાણે
For Private And Personal Use Only