________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
અને સાધ્ય પ્રાપ્ત થવું પણ અશક્ય બને છે. જડ વસ્તુ એની આસક્તિનું આકર્ષણ, અર્થકામના અભિલાષીઓને ઘણું હોવાથી તે આકર્ષણ, જડ વસ્તુઓમાં આસક્ત બનાવે છે. તેથી વિદ્યમાન ધર્મસાધન હેતે પણ તેમાં બરાબર રસ લાગતો નથી.
કેઈ એક નગરમાં વૃદ્ધ શ્રાવિકાની પાસે ઘણું ધન હતું. દીકરા પાંચ હતા. તે શ્રાવિકાને વિચાર થયે કે, દરરોજ જીનેશ્વરજીની પ્રતિમાની આગળ આંગીવાળી પૂજ, વંદના, સ્તુતિ વિગેરે કરીને જીવનને પવિત્ર બનાવું. આમ વિચારીને રત્નજડિત સેનાની આંગી બનાવી. પૂજારીને કહ્યું કે, દરરોજ પ્રતિમાને આ આંગીથી અલંકૃત કરવી. અને મારા આવ્યા પછી તેમજ ચિત્યવંદન કર્યા પછી ઉતારવી. પૂજારી તે પ્રમાણે વૃદ્ધ શ્રાવિકા ચિત્યવંદન વિગેરે કરીને ગયા પછી પખાળ, પૂજા કરે છે. એ અરસામાં એક શ્રાવકને અગત્યનું કામ હોવાથી સવારે વહેલા આવી પૂજારીને તેણે કહ્યું કે, મારે એ નિયમ છે કે મારી જાતે પ્રતિમાજીને પખાળ કરી અંગલુછણા કરવાપૂર્વક પૂજા, ચિત્યવંદન કરીને ભોજન કરવું. માટે આંગીને ઉતારી પખાળ કરૂ છું. પૂજારીએ કહ્યું. વૃદ્ધ શ્રાવિકાના આવ્યા પછી આંગી દરજ ઉતારવામાં આવે છે. માટે ઉતારશો નહિ. પણ શેઠે માન્યું નહિ. આંગી ઉતારી, સ્વચ્છ થાળમાં મૂકી, પ્રતિમાજીને પખાળ કરી, પૂજા, વંદના કરી ચાલતે થયે. પછી વૃદ્ધ શ્રાવિકા દેરાસરજી આવ્યા. આંગી ન દેખવાથી ઘણા ગુસ્સે થયા. પૂજારીને ધમધમાવીને
For Private And Personal Use Only