________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
નહિ. “નરેગી શરીર પ્રાપ્ત થયા પછી કામગ, વિષયાસક્તિમાં આસક્ત બનાય તે, શારીરિક શક્તિની હાનિ અને આત્માનું જ્ઞાન અલ્પ થાય. તેથી તે તંદુરસ્ત અધિકરણ, પાપરૂપે બને. માટે ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે જ. નીરોગી શરીરદ્વારા પોપકાર, ધર્મક્રિયા, અનાસક્તતા વિગેરેની આરાધના કરવામાં આવે છે, તે શરીર પુણ્યબંધનું કારણ બનતું હોવાથી ઉપકરણરૂપે થાય. પાંચ ઈન્દ્રિયે પિકી, સ્પર્શ ઈન્દ્રિયેના આઠ વિષયમાં મેહઘેલા બનાય નહિ. તેમજ, રસના, જીભ ઈન્દ્રિયની સ્વાદવૃત્તિને મર્યાદિત કરાય નહિ. એટલે જેવું તેવું ખવાય તે તે બે ઈન્દ્રિયે અધિકરણ પાપના બંધરૂપે થાય. તથા પ્રાણ, નાશિક, ચક્ષુઓના તથા શ્રોત્ર કહેતાં કાનના વિષયને વશ રાખવામાં આવે નહિ તે, તે સઘળી ઈન્દ્રિ દ્વારા ભવની પરંપરાને વધારવા પૂર્વક અત્યંત કષ્ટને ભોગવવાની વેળા આવી લાગે. તેથી તે ઈન્દ્રિય ઉપકરણ ન બનતાં, અધિકરણ બને. અને પરાધીનતામાં અધિકાધિક ફસાઈ જવાય. માટે તેણીઓને કન્જામાં રાખવાની જરૂર છે.
પુદયે ધન, વૈભવ પ્રાપ્ત થયા પછી સાત ક્ષેત્રોમાં વાપરવામાં આવે નહિ. અને તેને સંગ્રહ કરવામાં આવે તે, તે ધન, વૈભવ પાપબંધનું કારણ બને. એટલે પાપાધિકરણ થાય. સંક્ષેપમાં કહીએ તે માનવભવ વિગેરે જે સાધન સામગ્રી પ્રાપ્ત થએલ છે. તે પૃદય માટે છે. તે સાધન સામગ્રી દ્વારા, આત્મવિકાસ થાય. તથા પરોપ
For Private And Personal Use Only