________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમાં જરૂર છે. અને વિદ્યાર્થીએ સિવાય બીજા પણ જ્ઞાનને લાભ લઈ શકે અને સાહિત્યને આનંદ ને રસ ચાખી શકે તેમજ વર્તમાનના સમાચારોથી વાકેફ બની દુનિયા ક્યાં જઈ રહી છે પોતે ક્યાં છે તે જાણી શકે તે માટે પિતાના સદગત પુત્ર શ્રી કસ્તુરભાઈના સ્મરણાર્થે એક વિશાળ વાચનાલય ને પુસ્તકાલય પણ શરૂ કર્યું.
ધાર્મિક જ્ઞાનના ક્ષેત્રની સેવા પણ ચિરસ્મરણીય બની રહેશે. વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક કેળવણી પણ આવશ્યક છે એ તે સમજયાં હતાં. અને કેળવણીનું તે ક્ષેત્ર તે વિના અપંગ ન રહી જાય તે માટે કપડવંજમાં જ એક ભવ્ય જ્ઞાન મંદિરની સ્થાપના કરી. શ્રી અભયદેવ સૂરીશ્વરજી જ્ઞાનમંદિરનું એ આલિશાન મકાન અનેક ધાર્મિક અભ્યાસીઓને આશીર્વાદ રૂપ બન્યું છે.
કેળવણીના ક્ષેત્રે તે બધાં જ તેમનાં અનન્ય સ્મારક છે. ખાનગીમાં પણ તેઓ અનેકને જરૂર પડે મદદ કરતાં. કેળવણી માટે સદાય તેમને હાથ છુટે રહ્યો છે. જ્ઞાનની ભૂખે હમેશા તેમના પૈસાને ફરતા રાખ્યા છે.
“બુદ્ધિપ્રભા માટે પણ તેમને સારી એવી મમતા હતી. અને આ સામયિકને વિકાસ થાય ને પગભર બને તે માટે બનતી બધી જ મદદ કરવાની વાત તેમણે કરી હતી. પરંતુ તે વાતે આકાર પામે તે પ્રથમ જ તેઓ વિદાય થઈ ગયાં !..
For Private And Personal Use Only