________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સીમમાંથી પાછા વળતાં અંધારું તે રોજ થઈ જાય, સાંજનું વાળું તે રાત્રે જ લેવાતું. અને રોટલાને બટકે ને ડુંગળીનું ડચકું એ જ તે એમને એક રાક હતે. વળી જન્મગત એ બધાનાં સંસ્કાર હતાં.
પણ અંતરની લગન હતી. આતમની ધૂન હતી. રાત્રે ખાવાનું બંધ કર્યું. લસણ-મૂંગળી મૂકી દીધાં. અને આસન લગાવી એ મા શારદાની................ આરાધનામાં લાગી ગયે.
ભણવાનું ભૂત વળગ્યું હતું જોત જોતામાં તે એ વિદ્યાથી મટીને જૈન પાઠશાળાને અધ્યાપક બની ગયે.
પણ અંતરની ઊર્મિઓ કંઈ જુદી હતી. આતમની ઝંખના બીજી જ હતી. જીવમાં જાણે હજુ કંઈક ખૂટતું હતું. એ, જે માંગતો હતો તે અધૂરું હતું. ઉણપ એને સાલતી હતી. શિક્ષણને વ્યવસાય એણે માંગીને લીધે હતે. એ માટે એણે રૂપિયાના ઢગ ખડકતી વકીલાત છેડી હતી. પ્રતિષ્ઠા અને આબરૂ આપતી અવલકારકુનીને જતી કરી
હતી.
જીવનને કંઈક સાચા અર્થમાં બનાવવું હતું. જિંદગીને ખરા અર્થમાં સંસ્કારવી હતી. એને કંઈક બનવું હતું. અને એ માટે તે સમાજ જેને “પંતુજી કહે છે એ એ પંતુજી બન્યું હતું.
પણ એની ભૂખને ધરપત ન હતી. એની તરસને
For Private And Personal Use Only