________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
ઘર દીવડો..... [સ્વર્ગસ્થ શેઠશ્રી વાડીલાલ મનસુખલાલ પારેખની
જીવન ઝરમર ] કુલની કળીનું કહી શકાય કે એ ફુલ બનશે. પણ માનવીના સંતાનનું એમ કહી શકાતું નથી. મહાપુરુષના દીકરા મહાપુરુષ બને એવું કંઈ નક્કી નથી. સામાન્ય પુરુષના સંતાન પણ વિભૂતિ બની શકે છે એના ઈતિહાસમાં અનેક દાખલા છે. '
માનવ એ તે રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ છે. અને તેમાંય સમાજની સર્વવ્યાપી જીવનની પરિકમ્મા પૂરી કરનાર માનવે તે રાષ્ટ્રના અણમેલ રત્ન છે.
સ્વ. શ્રી વાડીલાલ પારેખ એક એવા નરરત્ન હતા. દુનિયાના ખૂણે ખૂણે ઝળહળી ઊઠનાર સહસ્ત્રશ્ચિમ ભલે તેઓ ન હતા. પરંતુ ગુજરાતના તે એ ઘરદીવડા બની ગયા છે.
સમાજવાદી સમાજ રચનાના યુગમાં એમની શ્રીમતાઈ એમની સખાવતો વ. ની કીંમત ભલે ઓછી અંકાય પરંતુ એક સામાન્ય કુટુંબમાંથી એમણે જે જીવનનું ઘડતર કર્યું છે એ વિચારીએ છીએ ત્યારે એમના જીવનની નોંધ લેવાનું, એમાંથી પ્રેરણા લેવાનું સહેજે દિલ થઈ આવે છે. - બાપ તો તેમને નાના મુકીને જ વિદાય થઈ ગયા હતા. વિધવા માના ખોળામાં એ આજને સંત ઊછર્યો, સંસ્કાર પામ્ય અને જીવનના ઝંઝાવાત સામે ઝઝુમવાનું બળ પામ્યા.
For Private And Personal Use Only