________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગમાં દૌલત આળોટે, અંતરના આઘાતને ભૂલવાડ દરેક પ્રકારની સગવડ ને છૂટ છતાંય આત્માને ગમે તેમ ગદ ન બનાવતાં તેમણે જે નિર્મળ ને નિખાલસ જીવન વીતાવ્યું છે તે દરેક પાસે માન માંગી લે છે.
ગરીબાઈમાંથી શરૂ કરી શ્રીમંતાઈના ઉન્નત શિખર પર ઊભા રહેવું એ ત્યાં સુધીની તેમની જીવનયાત્રા તાજગીભરી અને ઉત્સાહજનક છે. પરંતુ તેઓ વધુ યાદ. તે તેમની સામાજિક સેવાઓ માટે રહેશે. કેળવણી માટે મૃત્યુ પર્યત તેમણે જે પુરુષાર્થ અને ખંત લીધા છે તે માટે ભાવિ ઇતિહાસકાર જરૂર તેમના તે કાર્યોની સેંધ લેશે.
સદ્ગતના લેહીમાં વેપાર હતા. અને તેઓ કુશળ વેપારી હતા. પરંતુ વેપાર સાથેય તેમનામાં બીજા પણ, કેટલાક સામાજિક સંસ્કારે ય હતા. તેમાંથી એક સફળ સંગદ્રક (Organiscr) હતા. કેળવણીના અનન્ય ઉપાસક હતા. પ્રવાસી હતા. દષ્ટા હતા. અને લેખક પણ હતા. સારા ને કાબેલ સંગદ્રકમાં વકતૃત્વ શક્તિ આવશ્યક છે અને સદ્ગતને તે પણ સાધ્ય હતી. - તેઓશ્રી શ્રી વિશા નીમા જૈન જ્ઞાતિના સભાસદ હતા. બીજી જ્ઞાતિઓની જેમ તેમની તે જ્ઞાતિ પણ એકડાઓમાં વહેંચાયેલી હતી. તેને એક કરવાનું અને તેને સર્વાગી ઉત્કર્ષ સાધવાનું કામ તેઓશ્રીએ ઉપાડ્યું હતું.
For Private And Personal Use Only