________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ અને વિવેચન ઈત્યાદિ અનેક અર્થ ગંભીર ગ્રન્થ લખીને એણે જૈનધર્મનું ખરૂં હાર્દ સમજાવ્યું છે. “જૈનદર્શનના સ્યાદ્વાદ સિદ્ધાંતની એમાં ઘણી જ સુંદરતાથી સરળ સમજ આપી છે.
અને અનેક વિષયે પર, સમાજની અનેક સમસ્યાઓ ઉપર, રાષ્ટ્રના સળગતા સવાલ પર, જીવનના અનેક સંવેદને પર, ધર્મના તત્વે પર, એણે ભજન ગાયા છે. એવા એણે અગીયાર સંગ્રહો આપ્યા છે. વિષચેનું વૈવિધ્ય, વિચારોનું જેમ, શબ્દસામર્થ્ય, વિષયને રેગ્ય ચિંતન વિગેરે અનેક બાબતે એમાં જોવા મળે છે.
અલખના એમાં પડઘા સંભળાય છે. વ્યવહારૂ પુરુષના બેલ એમાં સંભળાય છે. કાન્તષ્કાની ચુંગવાણું એમાં સંભળાય છે. સમાજની નિર્દય વ્યવસ્થા પર આગ ઝરતી જબાન એમાં સંભળાય છે. એમાં એક કુશળ નેતાગીરીને ઉકેલ પણ જોવા મળે છે.
એને જે સારું લાગ્યું છે, એ એણે નિડરતાથી કીધું છે, જૈન સમાજ, જેને, જૈન સાધુઓ માટે એના જેટલું હિતેચ્છક, કડક ને નિર્ભય બીજા કેઈએ લખ્યું નથી. - રાષ્ટ્રની સમસ્યાઓ પર પણ પિતાનું ચિંતન એણે આપ્યું છે, પત્ર દ્વારા, ડાયરીના પાના પર, જાહેર વ્યાખ્યામાં, માનવજાતના એક શુભેચ્છક, તરીકે એણે ઘણું લખ્યું છે. ઘણું ઘણું કીધું છે.
For Private And Personal Use Only