________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિધિ ભંડાર, ખજાના રૂપે સ્વ નામ ધન્યપણે મુનિશ્રી બુદ્ધિસાગરજી નામ સ્થાપન કરવામાં આવે છે.
અને પછી તો આ આત્મકલ્યાણના મસ્ત સાધક, વિશ્વના ખૂલ્લા વિશાળ ક્ષેત્રમાં, વિશ્વને આત્મકલ્યાણ, અધ્યાત્મ, ગ, સ્વદેશ, સમાજ, અને સ્વધર્મોન્નતિના કલ્યાણતર માર્ગના પયગામ આપતા ફરે છે. - ગુર્જરગિરીને અન્ય સમવડી ભાષાઓથી ઉન્નતશિરા કરવાના કોડ સેવતા શ્રીમદુ, કલમ, વાણી, અને જીવનનાં પુષ્પચંદન સહિત દેવી ગુર્જરીને અર્પઈ જાય છે. સર્વ સંપ્રદા, વિદ્વાનો અને તત્ત્વચિંતકોને સ્વજ્ઞાનાનુભવથી મુગ્ધ કરે છે.
વિ. સં. ૧૯૬૯માં ગુરૂદેવ શ્રીમદ્ સુખસાગરજી મહારાજના સ્વર્ગગમન થતાં તેઓશ્રીને આખા સંઘાડા (સંઘાટક-પિતાના શિષ્ય અને ભક્ત પરિવાર)ના રક્ષણ વિકાસની જવાબદારી માથે આવી પડે છે. છતાં આ વીરયેગી, બધાની અસલિયાત સમજી સ્વ ફરજ ખુબ ચવટાઈથી અદા કરે છે. પછી તે તેમના અગાધ જ્ઞાનપ્રભાવથી મુગ્ધ બનીને શ્રી. પેથાપુરને જૈનસંઘ તેમને સં. ૧૯૭૦ માં આચાર્યપદ સાબર સમર્પે છે. અને તેમનાં કાવ્ય, ન્યાય, તર્ક, વ્યાકરણ, અષ્ટાંગયેગ, અને અધ્યાત્મવાદની ખુશબે, તેમના ગહન ગ્રન્થ દ્વારા કાશી બનારસ સુધી પહોંચે છે. અને વિદ્વતા જ્ઞાનના રસિયા એવા કાશીના અનેક મહા મહોપાધ્યાયે, અને પંડિત
For Private And Personal Use Only