________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક નાનું એવું મકાન પણ બાંધવામાં આવ્યું. પરંતુ પ્રતિકૂળ સંગે હવાના કડાકા ને વીજળીના ભડાકા સાથે એક ઘનઘેર રાત્રે, ધોધમાર વરસાદ પડ્યો. ચારેકેર પાણી પાછું ? જળબંબાકારથી નદીમાં પૂર આવ્યા. અને એ પુરના પાણી ગામ ઉપર ફરી વળ્યાં. આખું પાલીતાણા પાણીમાં તણાયું. કાચી માટીનાં મકાન બધાં પાણીમાં ડૂબી ગયાં. બીજનાં કમળ ફણગા સમાન એ વિદ્યાલડીને બચાવી લેવા મુનિરાજે ભારે જહેમત ઉઠાવી. પરંતુ તેમની તબીયત નરમ રહેવા લાગી, અને તે વિદ્યાવાડીનું પ્રાણ પંખેરૂ ઉડી જવારૂપે કરમાઈ પડી?
એ રેપેલા બીજને સં. ૧૯૭૩ માં પુનઃ સિંચન સાથે પ્રાણ સંજીવની નિઃસ્પૃહી અવધૂત સદ્ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આપીને શ્રી યશોવિજયજી જન ગુરુકુળ તરીકે નામની સ્થાપના કરી. અને શેઠ શ્રી. જીવણચંદધરમચંદ જે હાલના (પૂ. મુ. શ્રી. જીનભદ્રવિજયજી મહારાજ,) તથા સ્વ. શેઠ શ્રી ફકીરચંદા કેસરીચંદ શ્રોફ તથા સેવામૂર્તિ અનન્ય ગુરૂભક્તવર્ય શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલને બેલાવીને પ્રેરણા કરી. ગુરૂભક્ત, સેવાભાવી, કર્તવ્ય પરાયણ તે ત્રિપુટીએ સંસ્થાની સંગીન વ્યવસ્થા કરીને જવાબદારી સ્વીકારી. તેમજ મુંબઈમાં એક વ્યવસ્થાપક સમિતિ સ્થાપવામાં આવી. સ્થાનિક વ્યવસ્થા ભાવનગરના સ્વ. શેઠશ્રી ગુલાબચંદ આણંદજી સ્વ. શ્રી. વલ્લભદાસ ત્રિભુવનદાસ. તથા શ્રી ફતેહચંદ ઝવેરભાઈને સોંપવામાં
For Private And Personal Use Only