________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસંગોપાત જણાવવાનું કે અમેને ૭૬ મા વર્ષે અમારા જીવનની સંધ્યા ટાણે પ્રસ્તુત યથામતિ સમુલાસ લખવા પ્રેરણ કરનાર પૂ. મુનિરત્ન શ્રી દુર્લભસાગરજીને તેમજ ઉપાદાન કારણ તરીકે પ્રસ્તુત ભજનપદ સંગ્રહના વિવેચકને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
અંતિમ નિવેદનમાં મંગલમૂર્તિ સંયમપ્રધાન પૂ. આ. શ્રી કીર્તિસાગ્રસૂરિજી કે જેમની વિવેચન શક્તિ-એક ખળખળ વહેતા ઝરા સરખી છે, સાધન, દ્રષ્ટાંતે, અને આત્મવિકાસની ચાવી આપતી રહેલ છે. અને તે પણ ઉંડા આત્મ નિરીક્ષણ પૂર્વક–જેથી
એ સ્વામી વિવેકાનંદના વાક્યના સત્ત્વને સાર્થક કરતા તેમના વિવેચનવાળા સંવેદનશીલ ગ્રન્થને ગૃહસ્થાવસ્થામાં રચીપચી રહેલ અમે શું ન્યાય આપી શકીએ? છતાં ઈચ્છીએ છીએ કે- પ્રરતુત કાવ્યમય પુરતકના વાચનથી અમે અને વાચક આત્મગુણોનો વિકાસ સાધીએ, સાર ગ્રહણ કરી પૂર્વકાળનાં કર્મોને દૂર કરવા પુરૂષાર્થ પરાયણ બનીએ, આ અમૂલ્ય માનવજન્મમાં મુક્તિમાર્ગની તૈયારી કરી લઈ યથાશક્તિ જીવન-સાર્થક કરીએ અને સમસ્ત જીવરાશિની ક્ષમાપના કરી મિશ્યા દુષ્કત દઈ આત્મગુણોને સમુલ્લાસ પ્રાપ્ત કરીએ, એ અંતિમ અભિલાષા સાથે પૂ. 9. શ્રીયશોવિજયજી મહારાજે કાવ્યરૂપે શ્રી સીમંધર પરમાત્મા પાસે જે માગણી કરી છે
For Private And Personal Use Only