________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
જયકાર.”—આ ભવિષ્ય હવે પછી સાચું પડશે જ– એમણે શબ્દસૃષ્ટિ ઉપર પાડેલા સંસ્કારે ચિરંજીવ રહેશે. એમણે ઈદ્રિયાતીત, પરમ તત્વના ભણકારા ઝીયા છે; સ્વકીય અનુભૂતિથી હદયમાંથી કાવ્ય ઝરણાં ઠાલવ્યાં છે, તેથી જ કાવ્યો ભાવપ્રધાન બન્યા છે.
ઉપસંહારમાં નિવેદન કરવાનું કે, --શ્રીભગવતી સૂત્રમાં શ્રીગૌતમ સ્વામીજીએ પ્રભુની મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે– લિમિર્થ મા વાતોત્તિ પુરૂ? ના ઉત્તરમાં જીવ અને અજીવનાં પર્યાય રૂપે નિશ્ચય કાળ છે તેમ-ખુલાસો કરેલ છે. તે એ દૃષ્ટિએ આત્મા અને કાળના પર્યાએ ક્ષણે ક્ષણે (Enerarying) પલટાય છે. અનંત કાળથી આત્માના પર્યાયે ભિન્ન ભિન્ન શરીર અથવા અન્ય રૂપે પલટાતા આવ્યા છે પરંતુ આત્માને કાળ ગ્રસી શક્યો નથી–શકશે નહિ; કેમકે અનંત કાળમાં પણ એકરૂપે રહેલે આત્મા વિશ્વમાં શાશ્વત જીવન અનુભવે છે; સર એસ રાધાકૃષ્ણનું કહે છે કે – આપણા કમનસીબનું કારણ એ છે કે આપણે આત્માની વાસ્તવિક્તાને પીછાણું શકતા નથી. માનવી કાંઈ કુદરતની અને સમાજની અસહાય કૃતિ નથી, માનવી આધ્યાત્મિક જીવનને સંદેશવાહક છે, વિશ્વ ઈતિહાસના નાટકમાં તે અગત્યને ભાવ ભજવે છે અને પ્રલયની શક્તિને તાબે થયા વિના તે કામ કરે છે અને સર્જન કરે છે, આ આધ્યાત્મિક જીવનને માટે અવિશ્રાંત યુદ્ધ ચલાવવાનું છે, કારણ આત્માનું બળ અધ્યાત્મ
For Private And Personal Use Only