Book Title: Bhagwati Sutrani Deshnao
Author(s): Sagaranandsuri, Hemsagar Gani
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 6
________________ वर्तमानशाशनाधिपति श्रीवर्द्धमानस्वामिने नमः । ઉપદ્યાત રિ સંવત ૧૯૯ ની સાલમાં શ્રી સિધ્ધગિરિ (પાલીતાણ) શ્રી વર્ધમાન જેના આગમમંદિરની પ્રતિષ્ઠાના અભૂતપૂર્વ મહત્સવ બાદ શ્રી નવપદજીની શાશ્વતી એળીની આરાધના ધામધૂમથી કપડવંજ શહેરમાં ઉજવવા માટે જયન્ત મેટલ કુ. ના માલીક દાનવીર શા. ચીમનલાલ ડાહ્યાભાઈએ આગ્રહ ભરી વિનંતિ કરી. પરમ પૂજ્ય આગમોદ્ધારક આગમ વાંચના દાતા, શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા તથા સુરત તામ્રાગમ મંદિરાદિ અનેક સુસંસ્થા સંસ્થાપક, અજોડ આગમના અભ્યાસી, આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેઓની ભક્તિપૂર્ણ વિનતિને સ્વીકાર કર્યો. અને પિતાના વિશાળ શિષ્ય પ્રશિવાદિ પરિવાર સાથે લાંબો વિહાર કરી કપડવંજ જે પિતાની જન્મભૂમિ પણ છે, ત્યાં અપૂર્વ સ્વાગત સાથે પધાર્યા. સિદ્ધચક્રની આરાધના પ્રસંગે શ્રી પાળ મહારાજા મયણું સુંદરીના આકર્ષક દશ્ય પણ ખડા કરવામાં આવ્યા હતાં. દેશ દેશાવરથી આરાધકોની સંખ્યા પણ ઘણી આવી પહોંચી હતી અપૂર્વ ઉદલાસથી આરાધના સમાપ્ત થઈ શ્રી કપડવંજ શહેરના જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ શ્રાવકેની ચીરકાળથી આચાર્ય મહારાજને ચતુર્માસ કરાવવાની ભાવના હતીજ, ઘણી વખત વિનતિઓ પણ કરી હતી. તેમજ સમુદાયમાં કપડવજના ઘણા સાધુ એ પણ દિક્ષિત થયેલાં. તે સર્ષ સુગ સાંપડવાથી આખા શ્રી સંઘે મળી ચતુર્માસ ની વિનંતિ કરી. અને તેને સ્વીકાર પણ થયે. હવે ચોમાસામાં વ્યાખ્યાનમાં કયું સૂત્ર વાંચવું! એ વિચારતાં શ્રી સંઘની એવી ભાવના થઈ કે આગળના વર્ષે વેચાયેલ શ્રી ભગવતી સૂત્ર જ્યાંથી અધુરૂ રહેલ છે, ત્યાંથી આગળ સાંભછીએ તો ઠીક. પૂજય શ્રી આચાર્ય મહારાજને તે પ્રમાણે વિનંતિ કરી અને તે પ્રમાણે શ્રી ભગવતી સૂત્રનું આઠમું શતક અને ભાવનાધિકારે ધર્મરત્ન પ્રકરણ શરૂ કર્યું. શ્રી ભગવતી સૂત્રના આઠમા શતકમાં પુદ્ગલ પરિણામને અંગે વિશિષ્ટ અધિકાર હોવાથી પરમપૂજય આચાર્ય મારાજશ્રીએ શાસ્ત્રીય શૈલીથી સુંદર યુક્તિ પ્રયુક્તિ દાખલા દલીલથી તેમજ ઉદાહરણ, દૃષ્ટાંત આપી પોતાની પ્રતિભા અને લાક્ષણિક શૈલીથી અનુપમ વ્યાખ્યા કરી છે. દ્રવ્યાનુયેગના વિદ્વાનેને આ વ્યાખ્યાને અતિ ઉપયેગી અને રસપ્રદ હોવાથી મારા પરમ ઉપકારી પૂજ્ય ગુરૂદેવ પન્યાસજી શ્રી હેમસાગરજી ગણીને ઘણા વખતથી આ વ્યાખ્યાનો છપાવવાને વિચાર હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુદ્ધકાળની સખત મેઘવારી, કાગળની અછત અને બીજા પણ કેટલાક કારણથી વિચાર અમલમાં મુકી શકાયે ન હતું. પરંતુ સંવત ૨૦૦૪ની સાલમાં નવસારી શ્રી સંઘના આગેવાને તેમજ શાશનના પરમ અનુરાગી શા. જવેરચંદ રામાજી (ફેન્સી) ની આગ્રહભરી વિનંતિથી પૂજ્ય પંન્યાસજી ગુરૂમહારાજ, હું તથા લઘુગુરૂબધુ શ્રી મનસાગરજી મહારાજ ચતુર્મા સાથે ગયા હતા. ત્યાં ચતુર્માસની અંદર વ્યાખ્યાનમાં શ્રી સૂયગડાંગ સૂત્ર તથા ભાવનાધિકારે શ્રી સમરાદિત્ય ચરિત્ર વાંચ્યું હતું. તપયા ધાર્મિક પ્રવૃતિઓ પણ સારી રીતે થઈ હતી. દરમ્યાન શાં. છગનલાલ લલ્લુભાઈ અંભેટીવાળા તથા કાલીયાવાડીવાળા રાયચંદ દેવચંદની પેઢીવાળા મંગીબેનનો ઉપધાન કરાવવા વિચાર થયે. અને તેમને વિચાર નવસારીના શ્રીસંઘે સર્ષ વધાવી લીધું. ઉપધાન તપ, અષ્ટાદ્વિક મહોત્સવ, માળારોપણ ક્રિયા, રથ યાત્રા શાંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 260