________________
અધ્યાય ૧ લે.
૧૫ સમાધાનમાં અષ્ટાવક્રછ બીજા ઉદાહરણથી કહે છે કે–અજ્ઞાન એક નથી, પરંતુ પરિચ્છિન્ન છે. જેમ ઘટમઠને લીધે એકનું એક આકાશ ઘટાકાશ ને મઠાકાશ ભેદથી ભેદવાળું ભાસે છે તેમ અંતઃકરણના ભેદથી અજ્ઞાન પણ પરિછિન્ન થઈ ભેદને પામે છે. એ પરિછિન્ન અજ્ઞાન ઘટાકાશ નાશ પામતાં સર્વત્ર વ્યાપી રહેલું આકાશ નાશ પામતું નથી, તેમ પિલું અજ્ઞાન પણ નાશ પામતું નથી. પાંચ દસ માણસે નિદ્રા પામતાં દરેકને સ્વમ લાધે છે અને દરેક જુદા જુદા ભાવવાળાં સ્વમ જોઈ તથા અનુભવી રહેલા હોય છે. આમાંનો એકાદ જણ જાગૃત થતાં તેના સ્વમવલોકનો નાશ થાય છે, કંઈ સર્વજનનાં સ્વમનો નાશ થતો નથી. તેમ જેને જ્ઞાન થાય તેનું જગત લય પામે છે અને અજ્ઞાનીઓનું જગત તેમની સામે ચાલુ ને ચાલુજ રહ્યા કરે છે. અજ્ઞાનીઓને દેખાતા માત્ર મિથ્યા જગતને જે તમો જગત માને નહિ તે પરબ્રહ્મમાં ચિત્ત લગાડી પરમાનંદમાં રમે.
જેવી મતિ તેવી ગતિ, એ કોક્તિનું સત્ય બતાવતાં કહે છે કે – मुक्ताभिमानी मुक्तो हि, बद्धो बद्धाभिमान्यपि।। किंवदंतीह सत्येयं, या मतिः सा गतिर्भवेत् ॥ ११ ॥
અર્થ. મુક્તિનો અભિમાની મુક્ત અને બીને અભિમાની બદ્ધ રહે છે; લેકની કહેતી ખરી જ છે કે-જેવી મતિ તેવી ગતિ થાય. ૧૧
ટીકા. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું વગેરે સંબંધી જેને જેવું અભિમાન-અહંભાવ હોય તેવાં તેવાં કાર્યો તે કરે છે અને તેનાં ફળ ભગવતો સંસારચક્રમાં ભટક્યા કરે છે. તેમજ અને જેને બ્રાહ્મણ, ક્ષત્રિય, શાદિક હોવાનું અભિમાન હેતું નથી, પણ હું નિરાકાર ને નિર્વિકલ્પ છું એવી સમજણ છે તે મુક્ત છે, અર્થાત્ પુરુષને જેવી મતિ હોય તેવી તેવી તેની ગતિ થાય છે. ગીતાજીમાં પણ કહ્યું છે