Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 159
________________ अध्याय १८ मो. પરમાનંદરુપતા. क्व कर्ता क्व च वा भोक्ता निष्क्रियं स्फुरणं क्व वा । क्वापरोक्षं फलं वा क्व निःस्वभावस्य मे सदा ॥१॥ અર્થ. સદા સ્વભાવ રહિત મને કર્તા, ભક્તાપણું ક્યાં છે. નિષ્ક્રિય, સ્કુરણ પણ મને ક્યાં છે? અપક્ષ ફળ કયાં, અર્થાત્ મને તેની સાથે કંઈ સંબંધ નથી. ટીકા. આ અધ્યાયમાં આત્માને કશું લાગતું વળગતું નથી એવું બતાવી જેને ખરેખરું જ્ઞાન થયેલું છે એટલે કે બ્રહ્મરૂપતા પ્રાપ્ત થયેલી છે તેની નિર્લેપતા દર્શાવતાં જનકરાય કહે છે કે હે મુનિ ! આપના બોધથી હું પરમાનંદ શિવસ્વરૂપ એક જ્ઞાનમય જ્યોતિ સ્વરૂપ બની ગયો છું, એટલે નિઃસ્વભાવ એવા મને કર્તા, ભોક્તાપણું આલોક પરલકપણું, સ્વર્ગ નરક, બંધમસ, સૃષ્ટિ કે સંહાર, સાધકતા કે સિદ્ધિ, પ્રમાતા, પ્રમાણ કે પ્રમેય, વિક્ષેપ કે એકાગ્રતા, બોધ કે મૂઢતા, વિધિ કે નિષેધ, શાસ્ત્રાદિક વિચાર, હર્ષ કે શેક, સુખ કે દુ:ખ, જીવન વા મરણ, વ્યવહાર કે પરમાર્યતા, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, માયા કે સંસાર, તેમજ મને હું તુંપણું એકે શું અને બેએ શું? એવું કંઈ પણ રહ્યું નથી, હું મારા પિતામાં પૂર્ણતા પામી પરમ તિરૂપ નિષ્ક્રિય થઈ રહ્યો છું. क्व लोकः क्व मुमुक्षुर्वा क्व योगी ज्ञानवान् क्व वा । क्व बद्धः क्व च वा मुक्तः खस्वरूपेऽहमदये ॥२॥ અર્થ. હું જે અદ્વૈત સ્વસ્વરૂપમાં લીન છું તેને લોકશે, મુમુક્ષુ શું, ચગી કે જ્ઞાનવાન શું અને બદ્ધ કે મુક્ત શું–અર્થાત મને તેમાંનું કંઈ પણ છે નહિ.

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161