________________
૨૩
અધ્યાય ૧ લો. ટીકા. કૃતિમાં કહેલું છે કે, એક આત્માજ સર્વનાં અંતરમાં રહેલો છે, તેમ અષ્ટાવક્રએ આ પ્રથમ પ્રકરણમાં જનકરાયને બરબર બેસતાં દૃષ્ટાંત આપીને ઉપદેશ કર્યો છે કે–આત્મા છે તે જ જગતના કારણરૂપ છે, એની સત્તાએ કરીને જ જગત આપણને ભાસે છે અને જગતની માફક શરીરમાં પણ અંદર અને બહાર સર્વત્ર એજ વ્યાપીને રહેલે છે, તેમ છતાં માયાને લીધે આપણે તેને પિછાણી શકતા નથી. સદ્દગુરુના બોધ વગર પુરુષને થયેલા શરીરમાં હુંપણુને અનાદિ ભ્રમ ખસતો નથી. વળી તે એ તે વજલેપ અને મેહક છે કે વારંવાર સાંભળ્યા, મનન કર્યા અને નિદિધ્યાસન કરવા છતાં પણ વારંવાર તે તરફ મન-બુદ્ધિને ઘસડી જાય છે, માટે મોક્ષની જેને ઈચછા હોય તેણે તે તત્ત્વજ્ઞાનનું વારંવાર શ્રવણ મનન કર્યા કરવું જ જોઈએ. ચિત્ત માયા માલિન્યને એકજ જન્મમાં તજી શકતું નથી માટે જન્માંતરે લગી સબંધ હોય તોજ આત્મપ્રતીતિ થાય છે. ભગવદ્ ગીતામાં એટલાજ માટે શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે–અનેક જન્મને અતિ જ્ઞાનવાન મને ( આત્માને ) પ્રાપ્ત થાય–પામે છે. આત્મા સર્વત્ર રહેલા છે અને એના સિવાય બીજું કંઈ છે જ નહિ, એમ પુનઃ પુનઃ ઠાકારી ઠેકારીને કહેતાં આકાશના દૃષ્ટાંતથી આ લેકમાં પણ ઋષિજી જનકરાયને કહે છે કે, જેમ ઘડાની બહાર અને અંદર સર્વત્ર આકાશ વિટાઈને રહેલું છે અને ઘડાનો ભંગ થતાં પણ એને બંગ-નાશ થતો નથી. તેમ પ્રાણીઓના શરીરમાં અને બહાર–અખિલ વિશ્વમાં પરમાત્મા અભર ભરેલો છે અને શરીર કે જગતના નાશથી કદાપિ તેને નાશ થતો નથી, માટે પરમાત્માને પામવા પરમાત્મસ્વરૂપમય થઈ જાઓ એટલે આ શરીર અને જગત સર્વ તમેને બ્રહ્મરૂપ લાગશે. ॥ इति श्रीमदष्टावक्रगीतायां वैराग्योपदेशोनाम
प्रथमोऽध्यायः समास