________________
પર
અષ્ટાવક્ર ગીતા. અર્થ. જે પદની ઈચ્છા રાખતા ઈ અને સર્વ દેવતાઓ દીન થઈ ઉભા રહે છે, તે પદને પ્રાપ્ત કરી એટલે યોગી (બિલકુલ) હર્ષ પામતો નથી, એ કેવું આશ્ચર્ય છે.
ટીકા. અહો ! ધન્ય છે તે યોગીની નિસ્પૃહતાને કે જે પદને ઇચ્છતા ઈન્દ્રાદિ દેવતાઓ દીન થઈ જઈ યાચના કરે છે, તે પદ પામવા છતાં પણ એને હરખ થતો નથી. આખું વિશ્વ જેને માયામય સમજાયું છે તેને આત્માનંદ સિવાય બીજું કયું પદ મેળવવાની ઈચ્છા રહે? નાજ રહે; કારણ કે, પરમ આનંદ જે અદ્વૈત તે જ એક ચિદ્દઘન છે સિવાય બીજું કંઈ વિદ્યમાન છેજ નહિ. જેને માટે તે જ નહિ તેને બીજું મેળવવાની ઈચ્છાને અવકાશજ નથી. પોતે પિતાને મેળવ્યાથી જે આનંદ સ્વરૂપ યોગીને પ્રાપ્ત થાય છે, તે મળ્યા પછી તેને બીજું કઈ પદ મેળવવાનું રહેતું જ નથી.
तज्ज्ञस्य पुण्यपापाभ्यां स्पशी छन्तर्न जायते। न ह्याकाशस्य धमेन दृश्यमानापि संगतिः ॥ १७ ॥
અથે. જેમ ધુમાડીનો સ્પર્શ આકાશને થતું હોય એમ દેખાય છે, પરંતુ વાસ્તવમાં થતો નથી, તેમ તત્વજ્ઞ–એવા જ્ઞાનન પાપ પુણ્યને સપર્શ થતું નથી. વિધિનિષેધ વિચાર.
ટીકા. જેને તત્ત્વ બંધ થયેલો છે એવા જ્ઞાની પુરુષને-આકાશને જેમ ધુમાડીની અસર સ્પર્શ થતો નથી તેમ પુણ્ય પાપની અસર કે સ્પર્શ થતો નથી. માતા અને બાળકને જેમ પુણ્ય પાપ લાગતાં નથી તેમ જ્ઞાની જે આત્મા સિવાય બીજું કંઈ હોવાનું જાણતાજ નથી, તેને પાપ પુણ્ય કેવી રીતે લાગે ? નજ લાગે. મહા વાક્ય દ્વારા જેણે ભાગત્યાગ લક્ષણથી તપદ અને પદના અર્થને નિશ્ચય કરેલ છે, તેને અંતઃકરણના ધર્મો જે પાપ પુણ્ય વગેરે છે તે