________________
અષ્ટાવક્ર ગીતા. विश्वं स्फूरति यत्रेदं. तरंगा इव सागरे । तस्वमेव न संदेहचिन्मूर्ने विज्वरो भव ॥ ७ ॥
અર્થ. સાગરમાં જેમ તરંગે આવે છે તેમ આત્મામાં આ વિશ્વ કુરે છે. આમાં શંકા રાખ્યા વગર ચિમૂર્તિ જે પુરમાત્મા છે તેમાં રમણ કરતો તું ચિંતા-જ્વરરહિત થા.
श्रद्धत्स्व तात श्रद्धत्स्व नात्र मोहं कुरुष्व भोः। ज्ञानस्वरूपो भगवानात्मा त्वं प्रकृतेः परः ॥ ८॥
અર્થ. હે તાત! શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ અને મેહ પામતો નહિ. ભગવાન આત્મા છે તે તે પ્રકૃતિથી પર જ્ઞાનસ્વરૂપ છે, એવી શ્રદ્ધા રાખ ને મેહમાં ના પડ. આત્મા પ્રકૃતિથી પર છે.
ટકા. અષ્ટાવક્ર કહે છે કે-હે જનક ! આત્માની ચિદ્રૂપતામાં અસંભાવના અને વિપરીત ભાવનારૂપી મહમાં પડતા નહિ; કારણ આત્મા પ્રકૃતિથી પર અને પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. બીજાના આશ્રય વગર જે પોતાના પ્રભાવથી પ્રકાશે છે તે ચિઠ્ઠ છે, અને જે અજ્ઞાનને નાશ કરી પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે તે આત્મજ્ઞાન છે, અને જે પદાર્થને પ્રકાશિત કર–અનુભવ કરાવે, તે જ્ઞાન કહેવાય છે. જે પોતાને જાણે, અને પોતાથી ભિન્ન હોય તેને પણ જાણે, તે ચેતન છે. જે પિતાને તેમજ પિતાથી ભિન્ન પદાર્થને પણ જાણે નહિ તે જડ. આત્મા ચેતન હોઈ તે પોતે પોતાને તેમજ પિતાથી ભિન્ન હોય તે સૌને જાણે છે. આત્માથી ભિન્ન કોઈ પદાર્થ છે જ નહિ, માટે હે જનક! બધો મોહ છોડી દઈ એક આત્મામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેમાં તલ્લીન થવાનો યત્ન કર.
s