________________
૧૦૫
અધ્યાય ૯ મે. અર્થ. જેને મોક્ષને માટે અભિમાન અને દેહને માટે મમતા છે, તે પુરુષ ન ચગી કહેવાય કે નજ્ઞાની કહેવાય, તે તે કેવળ દુઃખભાગી જ ગણાય.
हरो यधुपदेष्टा ते हरिः कमलजोऽपि वा। तथापि न तव स्वास्थ्यं सर्व विस्मरणहते ॥ ११ ॥
અર્થ. હર-શંકર, હરિ–વિષ્ણુ કે કમળજ-બ્રહ્મા તારા ઉપદેશ હશે તેપણ સંસારના પ્રપંચનું સાવ વિસ્મરણ કર્યા વગર કદી પણ તને સ્વાથ્ય પ્રાપ્ત થશે નહિ.
ટીકા. અષ્ટાવક્ર મુનિ જનકને કહે છે કે-હું તે શું ? પરંતુ બ્રહ્મા, વિષ્ણુ કે શિવ પણ તને ઉપદેશ આપશે, તોપણ જ્યાં સુધી તું વિષયોને વિપત ગણું તને ત્યાગ કરીશ નહિ, અરે તેનું સ્મરણ સુદ્ધાં વિસારીશ નહિ, ત્યાં સુધી કદી પણ તેને સ્વાસ્થ (નિરાંત ) , નચિંતતા પ્રાપ્ત થશે નહિ.
॥ इति श्रीमदष्टावक्रगीतायामात्मैक्यत्वनिरूपणनाम
નવવધ્યાયઃ સમાતઃ |