________________
૯૪
અષ્ટાવક્ર ગીતા.
કંઈ જ્ઞાન થતું નથી. એમને તેા પત્થર ઉપર પાણી માફક સાંભળ્યું અવરથા જાય છે. વિષયેાના ત્યાગ એજ મેાક્ષ છે, અને વિષયાના ચડસ એજ સંસારનું બંધન છે માટે તમારે વિષયેાથી વિમુખ રહેવું. ઘણા લાક તત્ત્વજ્ઞાનથી અળગા કેમ રહે છે? એવી શંકાના સમાધાનમાં કહે છે કે, તત્ત્વજ્ઞાન બહુ ખેાલાને ચૂપકીદી આણે છે, નાન થતાં જડતા આવે છે અને ઉદ્યાગીને આળસ ઉત્પન્ન થાય છે, તેથી પ્રવૃત્તિશીલ–સસારની પ્રપંચ આજીમાં ખેલનારાઓને તત્ત્વમેધ ચતા નથી, તેથી તે દૂર રહે છે.
न त्वं देहो न ते देहो, भोक्ता कर्ता न वा भवान् । चिद्रपोसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ ४ ॥
અર્થ. તું દેહ નથી, દેહ તારા નથી, તેમજ તું કર્તા ને ભેાક્તા પણ નથી. તું તેા ચિરૂપ, સદા સાક્ષી અને નિરપેક્ષ છે, માટે સુખથી ચાલ–આનંદમાં ડ
આત્મા દીપક રૂપ-દૃષ્ટાંત.
ટીકા. આ પુરુષ જે જીવાત્મા તે અસંગ છે. દેહાર્દિક સાથે તેને કંઇ સંબંધ નથી. સંયેાગ વિયેાગથી આત્મા અલગ રહેલા છે. તેને ર્તા ભાક્તાપણું પણ નથી. કર્તાપણું તે ભેાક્તાપણું અંતઃકરણના ધર્મ હાઇ સાક્ષીરૂપ તા એક આત્મા છે. સાક્ષી એટલે વાદી નહિ, પણ ખીજો. જેમ ઘટ પોતે પેાતાને સાક્ષી નથી પણ ખીજોજ માણસ તેને સાક્ષી હાય છે. આત્મા કેવી રીતે છે, તે સમજાવતાં કહે છે કે-જેમ નૃત્યશાળામાં રહેલા દીપક સભાપાત, પ્રેક્ષા અને નાચનારી સૈાને પ્રકાશ આપે છે, અને પે।તે અલગજ રહે છે, તેમ આ દેહરૂપી નૃત્યશાળામાં આત્મા દીપક છે. તે અહંકારરૂપી સભાપતિ, વિષયેારૂપ પ્રેક્ષકા અને બુદ્ધિરૂપી નાચનારી એ સૈાને પ્રકાશ આપે છે તે તે અલગના અલગ રહ્યા કરે છે.