________________
અધ્યાય ૫ મે.
પિશાચથી થતા કલેશે, તે આધિદૈવિક તાપ કહેવાય છે. આ ત્રણ તાપથી પુરુષ હંમેશ સંતપ્ત રહે છે, તેથી તે સર્વે ત્યાગને યોગ્ય છે.
कोऽसौ कालो वयः किंवा यत्र द्वंद्वानि नो नृणां । तान्युपेक्ष यथा पासवती सिद्धिमवाप्नुयात् ॥४॥
અર્થ. એ ક કાળ, અને કયી અવસ્થા છે કે જેમાં પુરુષને સુખદુઃખાદિક થતાં નથી? અર્થાત્ સર્વ કાળમાં એ દુઃખે થયાંજ કરે છે, માટે તે ઠંદ્ર-સુખદુઃખની ઉપેક્ષા કરીને જે સમયે જે વસ્તુ પ્રાપ્ત થાય, તેમાં વર્તનાર સિદ્ધિ પ્રાપ્ત કરે છે. કંદ ત્યાગ.
ટીકા. ઠંઠ એટલે સુખદુઃખ અને શાક વગેરેનાં જોડકાં. આ સુખ દુઃખનાં જોડકાં જીવનમાં બધે આવ્યા વગર રહેતાં નથી અને સદા સર્વદા તે હ તથા શોક કરાવ્યા કરે છે. સુખની સાથે દુઃખ ને દુઃખની સાથે સુખ, પાણું ને કાદવની માફક સંમિશ્ર થયેલાં છે માટે તેને તજવાં જોઈએ.
नानामतं महर्षीणां साधुनां योगिनां तथा। दृष्ट्वा निर्वेदमापन्नः को न शाम्यति मानवः ॥ ५ ॥
અર્થ. મહર્ષિઓ, યોગીઓ અને સાધુઓ વગેરેના મત જુદા જુદા છે તે જોઈને નિવેદ-કંટાળે પામી માણસે શાંત પડે છે.
ટીકા. મહર્ષિઓ વગેરેના મત જુદા જુદા છે તો પણ છેલ્લે વેદાંત દર્શન છે તે અદ્વૈતપર છે, અને તેના મતને અનુસરનારાજ અદ્વૈતપદ પામવાને શક્તિમાન થાય છે. ગામ અને તેમના મત પ્રમાણે વિચાર કરનારા ઈશ્વર-આત્મા અને જીવ–આત્મા બન્નેને