________________
(૭૦
અષ્ટાવક્ર ગીતા.
જડ માને છે. જ્ઞાન અને ઈચ્છા આદિને આત્માના ગુણ માને છે. ઈશ્વરના ગુણોને નિત્ય અને જીવાત્માના ગુણોને અનિત્ય માને છે, અને નિરવયવ પરમાણુઓથી જગતની ઉત્પત્તિ બતાવે છે. આત્માને જડ માનતાં કર્તા, ભોકતાને ક્રમ રહેતું નથી, કારણ કે જડમાં કર્તાભોક્તાપણું હોતું નથી. વળી જડના ગુણ તરીક જ્ઞાન અને ચેતનતા પણ સંભવિત લાગતી નથી. જ્ઞાન અને ચેતન આત્માના ગુણ નહિ • પણ આત્માનાંજ સ્વરૂપ છે, કારણ કે-ગુણ અને ગુણને ભેદ થઈ શકતો નથી. જેમકે ઉષ્ણુતા અને પ્રકાશ. આ બે જે અગ્નિમાંથી લઈ લેઈએ, તો પછી અગ્નિનો જ અભાવ થઈ જાય. જડને ધર્મ ચેતનતા હોય એવું કહિ કોઈ દષ્ટાંત નથી. પરમાણુ નિરવયવ છે અને તેમાંથી જગતની ઉત્પત્તિ માનેલી છે. આ ગૌતમ અને નૈયાયિકાનો મત માણસને બ્રાત્પાદક છે. વળી જીવાત્માને વ્યાપક માનવામાં આવે છે ત્યારે તો સર્વ જીવાત્માઓ સાથે એકસરખે સંબંધ રહે અને સર્વજ્ઞતા બધેજ થઈ રહે. પરમાણુ નિરવયવ હેવાથી જગતની ઉત્પત્તિ પણ સંભાવત નથી.
બીજાઓ કર્મને વ્રતાદિકને આમાં વધારે છે અને તેથી જગતમાંથી ઉદ્ધાર થાય એમ માને છે. પરંતુ કર્મ કરતાં તો સ્વર્ગ નરકની ઘટમાળ ચાલુ રહ્યા કરે છે. વેદમંત્રાનુસાર કર્મયજ્ઞયાગાદિ કરતાં સ્વર્ગ મળે છે અને પુણ્યનો ક્ષય થતાં પુપ પાછો આલેકમાં આવી પડે છે. કર્મને નાશ થતો નથી અને કર્મ સંગ્રહ કર્યો એટલે તે ભોગવ્યા વગર પણ છુટકો થતો નથી, આમ હોવાથી એ મત પણ વેદાંત સાથે મળતો આવતો નથી. આ પ્રમાણ દર્શનમાં ઋષિઓ, સાધુઓ અને યોગીઓએ ભિન્ન ભિન્ન મત આપેલા હોવાથી ભ્રમ થાય છે તેને નહિ અનુસરતાં કહ્યું જાનનનતંત્ર એ મતને માનીનેજ મોક્ષાથ થવું યુક્ત છે અને હું જનક ! તમે તેવી ચોગ્યતા ધરાવે
છે માટે બધી શાસ્ત્રાદિક જાળને છોડી એક પરમાનંદ સ્વરૂપ બ્રહ્મમાં - એક્ય સાધી લે.