________________
૭૩
અધ્યાય ૫ મે. અર્થ. વેરી અને અનર્થથી ભરપુર કામ અને અનર્થને . છેડી–તજી દે, એટલું જ નહિ પણ તેમના હેતુરૂપ હાય એવા ધર્મને પણ તજી દે અને સર્વત્ર અનાદર કર. કામાર્થને ત્યાગ.
ટીકા. હે જનક! કામ અને અર્થ એ બે ઘણાક અનર્થોથી ભરેલા હોવાથી માણસના વેરી જેવા છે માટે તેમને તજી દે. વળી કામ અને અર્થ સાધવાના વિચારવાળો ધર્મ હોય તેને પણ ત્યાગ કર. અર્થાત્ હત્યાદિક—બેગ મેળવવાને કરવા જેવાં કર્મ, ને ધન પુત્રાદિકની પ્રાપ્તિ કરવા જે ધર્મ, એ સૌનો અનાદર કર એટલે તૃષ્ણાને ત્યાગ કર, કે જેથી વૈરાગ્ય આવે. અહિં ધર્મ એટલે સકામાર્થ કર્મો તે છે.
स्वप्नेन्द्रजालवत्पश्य दिनानि त्रीणि पंच वा। मित्रक्षेत्रधनागारदारदायादि संपदाः ॥ १० ॥
અર્થ. મિત્ર, ક્ષેત્ર, ધનભંડાર, સ્ત્રી અને ભાઈ વગેરે જે સંપત છે તેને સ્વમ અને ઈન્દ્રજાળ જેવી જાણ, તે પાંચ દિવસ રહેનારી છે, એમ વિચારી જે.
ટીકા. મિત્ર, ધન, ખેતર, સ્ત્રી, પુત્ર, ભાઈઓ વગેરે પુની જે સંપત છે તે સ્વમ અથવા તો જાદુગીરી જેવી માત્ર થોડે કાળજ ટકનારી છે, માટે પરમ ને ચિરસ્થાયી શાંતિ માટે તે પ્રતિની તૃષ્ણને પણ ત્યાગજ કરો એગ્ય છે. આપણું જોતજોતામાં મિત્ર, સ્ત્રી, પુત્ર, ભાઈઓ અને મોટા ધનના ભંડાર નાશ પામે છે અને આપણે હાથ ઘસતા બેસી રહીએ છીએ, શેક કરીએ છીએ અને પાછા તે મેળવવાની તૃષ્ણમાં નવનવા પ્રપંચ આદરીએ છીએ, માટે આવી ચાર દિવસના ચાંદરણ જેવી સંપત માટે શાશ્વત શાંતિ અને સુખાનંદ ગુમાવવાં નહિ. આવી તૃષ્ણાને સદંતર ત્યાગ કરવો.