________________
અધ્યાય ૬ . आपदः संपदः काले दैवा देवेति निश्चयी। तृप्तः स्वस्थेंद्रियो नित्यं न वांछति न शोचति ॥३॥
અર્થ. સમય સમય પર દેવગથી આપત્તિ અને સંપત આવી મળે છે, એવા નિશ્ચયવાળે પુરુષ સંતોષી અને નિત્ય સ્વસ્થંકિય રહેતે ઈચ્છાએ કરતો નથી ને શેકે કરતો નથી. સુખદુઃખ કર્માધીન છે.
ટીકા. દૈવયોગથી આપત્તિઓ અને સંપત્તિઓ મળી આવે છે અને તેમાં નિશ્ચયવાળા પુરુષ હંમેશ સંતુષ્ટ અને શાંત રહે છે. તે કશું ઈચ્છતો નથી તેમ શેક કરતો નથી. ઈશ્વર સુખદુઃખ અને સ્ત્રીપુત્રાદિક આપતા નથી, પરંતુ અનાદિ કાળથી ચાલ્યાં આવતાં પ્રાણીઓનાં કર્મ તમને સુખદુઃખાદિ આપે છે. જે ઈશ્વર તે આપતા હોય તો પક્ષપાતી, અદયાળુ અને ન્યાયી કહેવાય નહિ. શ્રીમદ્દભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્તુત્વ, કર્મ અને કર્મનાં ફળ, ઈશ્વર કરતા નથી, પણ રવભાવથીજ પ્રવૃત્ત થાય છે.
सुखदुःखे जन्ममृत्यु दैवादेवेति निश्चयी। साध्यादर्शी निरायास कुवमपि न लिप्यते ॥४॥
અર્થ. સુખ અને દુઃખ, જન્મ અને મરણ દૈવયોગથી થાય છે એવા નિશ્ચયવાળે પુરુષ સાધ્ય કર્મને જેતે શ્રમરહિત કર્મને કરતે રહે છે તે પણ તેથી લપાતો નથી.
चतया जायते दुःखं नान्यथेहेति निश्चयी । तयाहीन सुखी शांतः सर्वतगलितस्पृहः ॥ ५॥
અર્થ. આ સંસારમાં ચિંતાથી દુઃખ ઉત્પન્ન થાય છે, બીજી કોઈ રીતે દુઃખ થતું નથી એવા નિશ્ચયવાળો પુરુષ સર્વદા ચિંતારહિત થઈ સુખી તથા શાંત રહે છે.