________________
અધ્યાય ૨ જે. अहो अहं नमो मी, यस्य मे नास्ति किंचन । अथवा यस्थ मे सर्व, यदवामनसगोचरम् ॥ १४ ॥
અર્થ. મારું (આત્માનું) કંઈ પણ નથી અથવા મન અને વાણીને ગેચર છે તે સર્વ જેનું (આત્મા) છે તે આશ્ચય રૂપ આત્માને મારા નમસ્કાર છે.
ટીકા. આ જગત અને તેમાં કોઈ પણ પદાર્થ સત્ય નથી, એટલે તે મારો ( આત્માનો) નથી અથવા મન અને વાણીથી ગોચર–પમાય એવા સર્વ પદાર્થ મારા ( આત્માના) જ છે, તેથી આશ્ચર્ય પામતા એ હું મને (અદ્વૈત આત્માને) નમસ્કાર કરું છું.
ज्ञानं ज्ञेयं तथा ज्ञाता, त्रितयं नास्ति वास्तवं । अज्ञानाद्भाति यत्रेदं, सोहमस्मि निरंजनः ।। १५ ।।
અર્થ. વાસ્તવિક રીતે જોતાં તે જ્ઞાન, ય અને જ્ઞાતા, એ ત્રણમાનું કહ્યું છે જ નહિ. એ તો સર્વ અજ્ઞાનને લીધે ભાસે છે વાસ્તવિક નથી, અને હું તે (આભા) નિરજન નિરાકાર સ્વરૂપ છું. ૧૫
ટકા. જ્ઞાન–સામાન્ય જ્ઞાન નહિ પરંતુ બ્રહ્મજ્ઞાન, જે બ્રહ્મરૂપ મારારૂપ છે તે નિત્ય જ્ઞાન, ય–જાણવા જેવું તે, અને જ્ઞાતા–જાણનાર: આ ત્રિપુટીમાંનું કંઈજ વાસ્તવિક રીતે તો છે નહિ, માત્ર અજ્ઞાનને લીધે હું જાણનાર, આ જાણવા જેવું અને આ જ્ઞાન એવું મનાય છે, બાકી હું જે બ્રહ્મસ્વરૂપ અને નિરંજન છું તેને તો જ્ઞાન-નિત્યજ્ઞાન હેવાથી કંઈ જાણવા જેવું છેજ નહિ. જેને આમૈક્ય પ્રાપ્ત થયું છે તેને શાસ્ત્રોથી પણ કંઈ જાણવા જેવું રહેતું કારણકે બ્રહ્મજ્ઞાનરૂપ છે.