________________
અષ્ટાવક્ર ગીતા. द्वैतमूलमहो दुःखं नान्यत्तस्यास्ति भेषजं । दृश्यमेतन्मृषा सर्वमेकोहं चिद्रसोऽमलः ॥ १६ ॥
અર્થ. આ સર્વ દેખાતુ જગત મિથ્યા છે એમ જાણી પોતાને અમલ અને ચિદાત્મા એકરસરૂપ આત્મા જ એ અદ્વૈત છે. એથી વિપરીત દ્વત છે, તે બધાં દુઃખનું મૂળ છે. ૧૬ ઢત દુ:ખકારી છે.
ટીકા. વૈત--આત્મા અને જગત-જડ અને ચૈતન્ય, એમ બે હોવાપણું માનવું, એજ ખરેખર દુઃખનું કારણ છે, અને એ જંજાળના દુઃખનું બીજું કંઈજ ઔષધ નથી, સિવાય કે પોતાને એક અમલ, ચિરસ રૂ૫–આત્મા માનો. જગત રૂપી જે આત્માથી અતિરિક્ત જગત જણાય છે તે ખોટું મિથ્યા છે અને ચિદ્દઘન એક આત્મા છે ને ખર–સત્ય દુઃખાદિક ક્લેશરહિત અને આનંદસ્વરૂપ છે તે હું પિતેજ છું. મારા સિવાય બીજું કંઈ છે જ નહિ એવી જે અદ્વૈત –ભાવના–સમજ તે જ આ–પ્રાચિક દુ:ખનું ઓસડ છે બીજું કશુંએ તેનું ઓસડ નથી.
बोधमात्रोहमज्ञानादुपाधिः कल्पितो मया। एवं विमृश्यतो नित्यं निर्विकल्पे स्थितिर्मम ॥ १७ ॥
અર્થ. હું સંપૂર્ણ બેધવાળ છું છતાં આ ઉપાધિ મેં અજ્ઞાનથી ક૯પ કાઢી-વહોરી લીધી છે એવો નિત્ય વિચાર કરવાથી નિર્વિક૯૫માં મારી સ્થિતિ છે. ૧૭
ટીકા. આત્મા ને જાણે છે કે તે પોતે સઘળા બોધના પણ બધ રૂપ છે છતાં અજ્ઞાનથી–માયામાં લેવાઈ તેણે પિતે આ સંસાર પ્રપંચની ઉપાધિઓ વહારી લીધી છે, આ નિત્યને નિત્ય વિચાર