________________
अध्याय २ जो.
જ્ઞાનદયને આનંદ. अहो निरंजनः शान्तो बोधोहं प्रकृतेः परः । एतावंतमहं कालं मोहेनैव विडंबितः ॥ १ ॥
અર્થ. અહે! હું નિરંજન, શાંત, બેધ સ્વરૂપ, અને પ્રકૃતિથી પર હોવા છતાં પણ મેહને લીધે આટલે બધો સમય –વખત વિટંબણુમાં રહ્યો, ખરેખર ઠગાયેજ.
ટીકા. પહેલા અધ્યાયમાં અષ્ટાવક્રએ વૈરાગ્યપદેશ કર્યો તેથી પ્રસન્ન થયેલા જનકરાય મોટા આનંદમાં આવી એકદમ બોલી ઉઠયા કે–અહે ! આ શું? આશ્ચર્ય છે કે હું જે નિરંજન, શાંત, બોધરૂપ અને પ્રકૃતિથી પર છું, તે મેહને લીધે શરીર અને જગતને સત્યરૂપ માની આટલે બધો વખત વિડંબના પામતો રહ્યો ! ખરેખર માયાની આંટીઘૂંટી જબ્બર છે.
यथा प्रकाशयाम्येको, देहमेनं तथा जगत् । अतो मम जगत्सर्वे, अथवा न च किंचन ॥ २ ॥
અર્થ. આ દેહને અને જગતને હું એક જ પ્રકાશ કરું છું, ત્યારે તે આ સર્વ જગત સંપૂર્ણ મારું સ્વરૂપજ છે અથવા હું કઈજ નથી, મારું કંઈ છે પણ નહિ. ૨
ટીકા. દેહ અને આત્માને વિવેક થતાં હવે મને (જનક પિતે કહે છે માટે) સમજાય છે કે, આ દેહ અને જગત સૌ મારાથી (આત્માથી) પ્રકાશે છે; નહિ તો દેહ અને જગત સૌ મિસ્યા છે. અપ્રકાશ જગતની માફક દેહ પણ અનાત્મા અને જડ છે. દેહ અને ચેતન એ તો આત્માને આરેપિત સંબંધ છે. છીપમાં જ