________________
અષ્ટાવક્ર ગીતા.
વસ્તુમાંથી બીજી વસ્તુની ઉત્પત્તિ તેનું નામ આરંભવાદ. જેમ અન્ય વસ્તુ તંતુ તેમાંથી અન્ય વસ્તુ - ભિન્ન કપડાંની ઉત્પત્તિ થાય છે, તેમ એક જાતના પરમાણુથી બીજી અને ત્રીજી જાતની વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તેમ આ જગત ઉત્પન્ન થયેલું છે. આમ દર્શનશાસ્ત્રવાળા જુદા જુદા મત આપે છે ત્યારે વેદાંત વિવર્તવાદને આગળ મૂકે છે અને એમ માને છે કે એકની એક વસ્તુ પાતાની પૂર્વ સ્થિતિમાંથી ખીજી અવસ્થા લઈને પ્રતીત થાય, તે વિવર્તવાદ કહેવાય; જેમ દારડી મૂળ વસ્તુ છે તેમાં સર્પ દેખાય છે તેમ. અર્થાત્ વસ્તુ તે એકજ છે, પરંતુ તેમાં ખીજી વસ્તુના ભ્રમ થાય છે, આનું નામ વિવર્તવાદ. આ પ્રમાણે આદિ વસ્તુ પરમા છે પરંતુ અજ્ઞાનને લીધે તેમાં જગતની ભ્રાંતિ થઈ જાય છે; વસ્તુતઃ બ્રહ્મ તેા એની એક ને એકજ અવસ્થામાં રહે છે પણ અવિદ્યાને લીધે તેમાં નાના ભેદવાળું વિશ્વ અજ્ઞાનીઓને દેખાય છે.
૩૨
વિવર્તવાદને અનુસરીને કુંડળ અને ટને અનુક્રમે સુવર્ણ અને કૃતિકાના વિવર્તરૂપ માનવામાં આવે છે, પણ દોરીમાં સર્પની ભ્રાંતિની માફ્ક આ દૃષ્ટાંત ઘટતું નથી. સ્મૃતિકામાં ઘટની ભ્રાંતિ અસંભવિત છે, જો કે ઘટમાં સ્મૃતિકા છે એમ કહેવાય. જગત બ્રહ્મમાં વિલીન થાય છે, તે તેની બ્રાંતિરૂપ હાવાથી થાય છે. ઘડાની માફક અન્ય સ્વરૂપ જગત ગણાય નહિ. આ રીતે જનક રાજા વેદાંતના વિવર્તવાદને અનુસરી પેાતાના અજ્ઞાનથી જગતને અને જ્ઞાનથી તેને પાતામાંજ ભળતું સમજી આનંદ પામવા લાગ્યા.
अहो अहं नमो मह्यं विनाशो यस्य नास्ति मे । ब्रह्मादिस्तंभपर्यतं जगनाशेषि तिष्ठतः ॥ ११ ॥
અર્થ. જેના વિનાશ નથી એવા મને (આત્માને) નમસ્કાર હા, કે જે હું ( આત્મા ) બ્રહ્માથી માંડીને તૃણુ લગી (સર્વના) જગતના નાશ થતાં પણ જેવા ને તેવા રહું છું. ૧૧