________________
२७
અધ્યાય ૨ જે. જણાય છે, તેમજ વિચાર કરતાં આ વિશ્વ પણ આત્મતન્માત્રથી ઉપજેલું જણાય છે.-૫
ટીકા. કપડું અને તાંતણા એ સામાન્ય રીતે તો જુદાં લાગે છે, પરંતુ જરા વિચાર કરીને જોતાં તે એક બીજાથી ભિન્ન નથી એવું સમજાય છે, તેવી જ રીતે જગત અને બ્રહ્મ સ્થૂલદષ્ટિએ તો એક બીજાથી તદન ભિન્ન જણાય છે, પરંતુ શાસ્ત્રની યુક્તિઓના વિવેકથી વિચાર કરતાં વિશ્વ આત્માથી ભિન્ન જણુતું નથી. જેમ તંતુઓ કપડામાં સર્વત્ર અનુગત છે તેમ બ્રહ્મ પણ વિશ્વમાં પોતાની સત્તાવડે અધિકાન રૂપે અનુગત છે. આત્માના અંશ વગર કશું છેજ નહિ, સર્વત્ર આત્મા છે.
अथैवेक्षुरसे क्लुप्ता. तेन व्याप्तेव शर्करा। तथा विश्वं मयि क्लुप्तं मया व्याप्तं निरंतरम् ॥ ६ ॥
અર્થ. જેમ શેલડીના રસમાં કપાયેલી શર્કરા તેમાં વ્યાપીન રહલી છે તેમ મારામાં કપાયેલું વિશ્વ નિરંતર મારા વડેજ વ્યાપ્ત છે. ૬
ટીકા. જેમ શેલડીના રસમાં શર્કરા–સાકર રહેલી છે અને રસ શેલડીમાં સર્વત્ર રહેલું છે, તેમ આ વિશ્વ મારામાં અધ્યસ્ત છે અને મારાથી વ્યાપ્ત છે; અથત આત્મા વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે, અને તે જ્ઞાનેન્દ્રિયથીજ સમજાય છે. પાણીમાં રહેલું લવણ, દૂધમાં રહેલું ઘી અને શેલડીમાં રહેલી સાકર જેમ છવા ઈન્દ્રિય વગર સમજાતી નથી તેમ જ્ઞાનેન્દ્રિય સિવાય જગતમાં ઓતપ્રેત ભરપુર ભરાઈ રહેલું બ્રહ્મ પણ સમજવામાં આવતું નથી. ઉપનિષદમાં બ્રહ્મની પ્રતીતિ માટે આવોજ એક યુક્તિવાદ મૂકેલો છે. શિષ્ય ગુરુને કહ્યું કે, વિશ્વમાં સર્વત્ર બ્રહ્મ છે, તો તે કેમ જોવામાં આવતું નથી ? અને જ્યારે જોવામાં આવતું નથી એટલે કે ઈન્દ્રિયોથી જાણવું
22 એ
અને
દરી