________________
અધ્યાય ૧ લે.
૨૧ નાશી, અખંડઘન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હે જનક! આમ હોવાથી આત્માને કશી અપેક્ષા નથી, તેને કોઈ વિકાર નથી, તે અભર ભરેલ છે, તે સદા શાંત સ્વરૂપ છે, બુદ્ધિનો અગાધ સાગર છે તેમ છતાં બુદ્ધિ જેમ ક્ષોભ પામે છે તેમ આત્મા ક્ષોભ પામતો નથી, તેથી તમે પોતે પણ આ શરીર રૂપ નહિ પણ આત્મારૂપ એક ચિદ્દઘન
સ્વરૂપ છે, એમ જાણીને પ્રપંચના ધર્મોની વાસના છોડી ચિત્માત્ર વાસનાવાળા બને.
साकारमनृतं विद्धि निराकारं तु निश्चलं । एतत्तत्त्वोपदेशेन न पुनर्भव संभवः ॥ १८ ॥
અર્થ. સાકાર (વસ્તુ) ને તૃત જાણ અને નિરાકારને નિશ્ચલ જાણુ, આ બ્રહ્મજ્ઞાનના તત્ત્વોપદેશથી કરીને જન્મ થતો નથી. ૧૮
ટીકા. જે જે સાકાર છે તે તે નાશવાન છે અને દુઃખ તથા બંધનના કારણરૂપ છે. શરીર સાકાર હોવાથી નાશવાન અને બંધન કરતા છે. વળી એને અંગે રહેલા ધર્મો બંધને વધારે અને વધારે દઢ કરનારા છે માટે એ બધા વિષયોને તજવા અને શરીરને પણ મિથ્યા માનવું, કારણ કે ગમે તેટલી સંભાળ લેવા છતાં પણ આખરે એ પડી જાય છે. અષ્ટાવક્રજીએ આરંભમાં વિષયોને આત્મજિજ્ઞાસુ માટે વિષ જેવા કહી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ એટલા માટેજ કર્યો છે. સંસારની માયાના વિચારમાં ઘૂમતી બાબતો પણ મનને સ્થિર થવા દેતી નથી, હૃદયનું મંથન કરે છે અને તેમાંથી અનેક જાતના કલેશ ઉત્પન્ન થઈ પ્રાણીને પારાવાર સંતાપમાં નાંખી દે છે-અરે સંતાપ કરાવે છે એટલું જ નહિ, પરંતુ વિષની માફક તે પ્રાણ પણ લે છે, માટે માયાના ભ્રમણમાં નહિ ભમતાં પુરુષે પોતાના પરમ શ્રેયને માટે પિતામાં રહેલા ચૈતન્યધન આત્માને ઓળખવાની અને તેને જ સાક્ષાત્કાર થાય એવી રીતે વર્તવાને હંમેશ યત્ન કર.