________________
૧૮
અષ્ટાવક્ર ગીતા: શથી બંધાયેલે છે, પણ હવે તે પાશને જ્ઞાનરૂપી ખર્ગતરવારથી કાપી નાંખી “હું બેધ પામ્યું છું” એવો નિશ્ચય કરીને સુખી થા. ૧૪
ટીકા. “આ સ્થૂલ શરીર છે તે હું છું” એવા અભિમાનરૂપ પાશથી ચિરકાળથી તે પોતાને બંધાયેલો માને છે, પરંતુ હવે આત્મા જ્ઞાનરૂપી તરવાસ્થી તે બંધને છેદી “હું ધરૂપ છું” એમ જાણું સુખી થા. માયામાં લેવાયેલો જીવાત્મા ભૂલ દેહમાં મારાપણું માની તેને લગતા ધર્મો પાળવા જતાં સંસારનાં વિવિધ બંધનમાં બંધા જાય છે; અને હે રાજન! તમે પણ અનાદિકાળના દેહાભિમાનથી બંધાયેલા છે, એટલે વારંવાર તમને પણ દેહ એજ હું–આત્મા છું એવો ભ્રમ થયા કરે છે. પરંતુ આત્મજ્ઞાનવડે હવે તો તમારે રે બંધને છેદી હું દેહનો અભિમાની નથી એટલે કે, દેહ તે હું આત્મ નહિ, એ દઢ નિશ્ચય કરી વારંવાર અંતઃકરણને તેમાંથી ખેંચી લેવું અને “હુંજ આત્મા છું અને મારે ને દેહને તેમજ દેહના ધર્મો કંઈ સંબંધ નથી” એમ વિચારી સુખી થવું.
ચિત્તવૃત્તિના ધન માટે યોગશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સમાધિથ આત્માનો નિશ્ચય કરીએ તે કેમ ? એવા અબોલ પ્રશ્નના ઉત્તરમ
निःसंगो निष्क्रियोसि त्वं स्वप्रकाशों निरंजनः । अयमेव हि ते बंधः समाधिमनुतिष्ठसि ॥ १५ ॥
અર્થ. તું નિઃસંગ, નિષ્ક્રિય, સ્વપ્રકાશ અને નિરંજ છે, છતાં સમાધિને લીધે તારે આ બધ્ધ છે. ૧૫
ટીકા. હે. જનક! સમાધિ વગેરેથી ચિત્તવૃત્તિનું શોધન તેમ છે ઈશ્વર પ્રતીર્તિ થાય છે, વગેરે જે વિચારો તારા મનમાં ઘૂમે છે તે છે તારા બંધનનું કારણ છે, માટે યોગાદિકની પ્રક્રિયાઓ વગરને છે