________________
અધ્યાય ૧ લે. સજાતીય વિજાતીય અને સ્વગત ભેદ તથા દેશ, કાળ અને વસ્તુપરિચ્છેદથી રહિત જે બ્રહ્મસ્વરૂપ છે તે છે જનક! તું છે. હું નમ રૂપાત્મક સ્કૂલ સ્વરૂપ જનક નથી, પણ પારમાર્થિક સત્તાવાળું જે બ્રહ્મ તે તું છે એ નિશ્ચય કરીને સુખી થા. વળી હે જનક!
यत्र विश्वमिदं भाति, काल्पतं रज्जुसर्पवत् । ગાલ પરમાર, વષ સુહ કર ૨૦ |
અથ. આ વિશ્વ રજુ (દોરડી) માં સર્પની માફક કલિપત માત્ર ભાસ છે, અને સત્ય તે માત્ર એક આનંદ-પરમાનંદ બ્રહ્મ સ્વરૂપ છે, એમ જાણીને સુખથી વિચર. ૧૦ જગતનું મિથ્યાત્વ.
ટીકા. આછું અંધારું હોય તેમાં અજ્ઞાનને લીધે જેમ દેરડીને સાપ ધારી માણસ નાસે છે–ડરે છે તેમ અજ્ઞાની જને અજ્ઞાન અને આસપાસનાં સહકારી કારણોને લીધે બ્રમથી બ્રહ્મમાં જગતને જોઈ તેમાં ભૂલા પડે છે. ખરું જોતાં તો જેમ દોરડીમાં સાપ નથી, તેમ બ્રહ્મમાં જગત નથી. માત્ર અજ્ઞાનજનિત ભ્રમ જ છે. જેમ અજવાળું થતાં દેરડીમાંને કલ્પિત સર્ષ અને તજ્જન્ય ભય સૌ મિથ્યા જણાય છે તેમ જ્યારે સદ્દગુરુના બધથી જ્ઞાનનો હૃદયમાં ઉદય થાય છે ત્યારે જિજ્ઞાસુ મુમુક્ષુને જગત નહિ પરંતુ બ્રહ્મની પ્રતીતિ થાય છે. આ મિથ્યા જગતનાં બંધનરૂપી ભય ટળી જઈ આનંદ વ્યાપે છે, અને આનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, વળી હે જનક ! સ્વમમાં જેમ ભયંકર વન, તેમાંનાં ફૂર વ્યાધ્રાદિક પ્રાણીઓ અને બીજી ભયંકરતાએથી માણસ કરી જાય છે, મોજમઝાની વસ્તુઓનાં દર્શનથી આનંદમાં મહાલી રહે છે અને આજનના મૃત્યુથી રેઈ ઉઠે છે અને તે બધું તેને પ્રત્યક્ષવત અનુભવાતું લાગે છે તેમ છતાં જ્યારે નિદ્રા ઉડી જાય