________________
આપ્તવાણી-૨
એવો ને એવો જ હોય. તો એને ધર્મ શી રીતે કહેવાય ?
ધર્મ થઇને પરિણામ પામે. ત્યારે, પરિણામ શું પામવાનું ? વ્રત, નિયમ, તપ કરતાં શીખે એ ? ના, એ ન હોય પરિણામ. ક્રોધ, માન, માયા, લોભનું-કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ સામાયિક, પ્રવચન, ધ્યાન કરે છે ને ? શું એ ધર્મ નથી? ભગવાન કહે છે કે ના, એ ધર્મ ન હોય. ભગવાન તો કહે છે કે તમે એમને જરા પૂછો કે આ બીજા જોડે, શિષ્યો જોડે કષાયો થાય છે કે નથી થતા ? અને આપણે પૂછીએ કે, “મહારાજ શિષ્યો જોડે કશું થઇ જાય છે ?” ત્યારે મહારાજ કહે કે, “કોઇ એકુય સામાયિક નથી કરતો તે મને મહીં બહુ અકળામણ થઇ જાય છે ?’' ત્યારે તેં કર્યું તેને ધર્મ કેમ કહેવાય ? આ તો ઊલટા કષાયો વધારે છે.
ધર્મ સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે તેમાં છે. ધર્મ તો કષાય ભાવોનું નિવારણ કરે તે. કષાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં, કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તો ય કશું વળે નહીં.
ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે ‘પોતે’ જ ધર્મસ્વરૂપ થઇ જાય!
܀܀܀܀܀
૧૦
આપ્તવાણી-૨
રીયલ ધર્મ : રીલેટિવ ધર્મ
ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રીયલ ધર્મ.
રીલેટિવ ધર્મ એટલે મનો ધર્મ, દેહધર્મ, વાણીધર્મ અને એ બધા પરધર્મ છે. જપ કરતા હોય એ વાણીના ધર્મ, ધ્યાન કરવું એ બધા મનના ધર્મ અને દેહને નવડાવવું, ધોવડાવવું, પૂજાપાઠ કરવો, એ બધા દેહના
ધર્મ છે.
દરેક વસ્તુ તેના ધર્મમાં જ રહે છે. મન મનના ધર્મમાં જ રહે છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં અને અહંકાર અહંકારના ધર્મમાં જ રહે છે, કાન કાનના ધર્મમાં રહે છે. કાન છે તે સાંભળવાનું કામ કરે છે, એ ઓછું જોવાનું કામ કરે છે ! આંખ જોવાનું કામ કરે, સાભંળવાનું નહીં. નાક સૂંઘવાનો ધર્મ બજાવે, જીભ સ્વાદનો ધર્મ બજાવે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શના ધર્મમાં જ રહે છે. દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોના ધર્મમાં જ હોય છે.
મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચાર આવે અને સવળા વિચાર પણ આવે, પણ એ એના ધર્મમાં છે. પણ ‘પોતે’ સવળો વિચાર આવે ત્યારે કહે કે, મારા સારા વિચાર છે, એટલે ‘પોતે’ તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઇ જાય છે. અને અવળા વિચાર આવે એટલે ‘પોતે’ તેનાથી